મોટી મારડ BAPS સ્વામિનારાયણ મંદિરનો 19મો પાટોત્સવ ધામધુમ પુર્વક ઉજવણી

તારીખ : 15/5/2025
વિષય: મોટી મારડ BAPS સ્વામિનારાયણ મંદિરનો 19મો પાટોત્સવ ધામધુમ પુર્વક ઉજવ્યા બાબાત…
15/5/25 ને ગુરુવારે મોટીમારડ BAPS સ્વામિનારાયણ મંદિરનો 19મો પાટોત્સવ ખુબજ ધામધુમ પૂર્વક ઉજવાઈ ગયો
સવારે 11 થી સાંજના 7સુધી અનકુટ દર્શન મહિલા સત્સંગ મંડળ દ્વારા ભાવથી વાનગી ધરાવવામાં આવેલ હતી
પાટોત્સવ મહાપૂજા બપોરે 4 વાગ્યે યોજાયેલ જેમાં મોટીસંખ્યામાં હરિભકતો એ લાભ લીધો હતો અને ત્યારબાદ જુનાગઢ મંદિરના કોઠારી પૂજ્ય ધર્મવિનય સ્વામી અને સંત નિર્દેશક પૂજ્ય કલ્યાણમુર્તિ સ્વામી એ કથાવાર્તા નો ખુબ સુંદર લાભ આપેલ અને જૂનાગઢના ભંડારી પૂજ્ય અમૃત દર્શન સ્વામી અને પૂજ્ય સેવામૂર્તિસ્વામી પણ ખાસ ઉપસ્થિત રહેલ હતા
આ પાટોત્સવમાં તાલુકા પંચાયતના પ્રમુખ રવિભાઈ વડાલીયા તેમજ રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય વિરલભાઈ પનારા ગામના સરપંચ શર્મિલાબેન પરમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા
આ પાટોત્સવ ને સફળ બનાવવામાં પૂજ્ય કલ્યાણ મુર્તિસ્વામી તેમજ મોટી મારડ મંડળ વતી તમામ હરિભક્તો ભાઈઓ બહેનો યુવકો યુવતીઓ જહેમત ઉઠાવેલ તેમજ
જાગાણી સાહેબ પરિમલભાઈ અમરેલીયા કાનાભાઈ જયેશભાઈ ભીખનભાઈ અતુલભાઇ , પૂજારી વિષ્ણુભાઈ પ્રફુલભાઈ પનારા બાબુભાઈ રવિભાઈ ગોવિંદભાઈ મનીષભાઈ અને મહિલા મંડળે ખૂબ જ મહેનત ઉઠાવેલ હતી
મોટીમારડ સત્સંગ મંડળ ના જય સ્વામિનારાયણ