“અવસર “ફક્ત કેમેરાની સામે દેખાતા ચહેરા જ કલાકાર નથી બનત પારશ્રમ કરે છે કેમેરા પાછળ રહેલા અજાણ્યા હાથ,અંદરથી જીવતા હોય છે

“અવસર “ફક્ત કેમેરાની સામે દેખાતા ચહેરા જ કલાકાર નથી બનત પારશ્રમ કરે છે કેમેરા પાછળ રહેલા અજાણ્યા હાથ,અંદરથી જીવતા હોય છે કલાકારનું દિલ ધરાવતાં દરેક ટેક્નિશિયન.અને ત્યારે જરૂર પડે છે એક એવા અવસરની જ્યાં બધાં મળે, હસે, ગળે મળે એજ છે ‘અવસર’ એક સર્જનાત્મક સ્નેહમિલન.બેકસ્ટેજ દ્રશ્યો, કેમેરામેન, લાઇટિંગ, એડિટર્સ, મેકઅપ, એક્ટર્સ બધાં હસતા”‘અવસર’ એ કોઈ એક વ્યક્તિનું ફંક્શન નથી એ છે સમગ્ર સુરત ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ગૌરવસભર મિલન ફિલ્મ, એડ, મ્યુઝિક વિડિઓ, ડોક્યુમેન્ટરી જે કોઈ પણ ફોર્મેટમાં આપણો દિલ ધબકે છે એ બધાં દિલો આજે અહીં એકસાથે ધબકે છે.”પછીના વર્ષોના ક્લિપ્સ, અંદરની રમૂજભરી મોમેન્ટ્સ, ઓન-સ્ટેજ સ્મિત)”અવસરની શરૂઆત એક સામાન્ય વિચારેથી થઈ ‘ચાલો, એક દિવસ માટે બધાં ને મળાવીએ આજ એ વિચાર પાંચમા વર્ષમાં પ્રવેશી ગયો છે અવસર 1 થી લઈ અવસર 4 સુધી દરેક વર્ષે વધતી મૈત્રી, વધારો પ્રેમ અને હવે, અવસર 5 – એક ભવ્ય સમયયાત્રા.”ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અભિન્ન અંગો આપણા ટેક્નિશિયન્સ…
જે પછાત રહીને પણ પ્રકાશ આપે છે.એડિટર્સ, ડી.ઓ.પી., સાઉન્ડ ડિઝાઇનર્સ, કલરિસ્ટ્સ, લાઈટમેન, પ્રોડક્શન ટીમ
અવસર એ મોકો છે જ્યાં એ બધાંને કહેવાનું મન થાય છે
‘તમારું યોગદાન અમૂલ્ય છે.’
📽️ (ટેક્નિશિયન કામ કરતાં, કોઈ લાઈટ સરખવી રહ્યો છે, કોઈ ફાઈનલ રેન્ડર કરી રહ્યો
“અવિરત કામમાં આપણે ઘણાવખત ભુલાઈએ છીએ
ક્લોઝઅપ, વિજ્યુઅલ, શોટ અને ડેડલાઇન વચ્ચે પણ ‘અવસર’ એ છે જ્યાં એક કલાકાર બીજા કલાકાર સાથે ફક્ત માણસ તરીકે મળે છે.
અહીં સ્પર્ધા નથી – અહીં સંવાદ છે.અહીં હિસાબ નથી – અહીં સંબંધ છે.””અવસર એ ફક્ત રાત્રિભોજન નહીં એ છે લાઈવ પર્ફોર્મન્સ, હાસ્યથી ભરેલી પળો એ છે આભાસ કે આપણે અલગ નથી અમે સૌ એક મોટા ફિલ્મ પરિવારમાં છીએ.””દર વર્ષે એક દિવસ.જ્યારે કેમેરા બંધ થાય છે… પણ દિલ ચાલુ રહે છે.’અવસર’ એ છે જ્યાં રચનાત્મકતા અને મિત્રતા સાથે હાથમાં હાથ મળે છે.અને આજે, જયારે આપણે પાંચમા અવસરની ઉજવણી કરીએ છીએ,ચાલો, ફરી એકવાર –સ્નેહ, સંગઠન અને સર્જનાત્મકતાને નમન કરીએ.”હીંમ્મત લાડુમોર ફીલ્મ પ્રોડયુસર વૈશાલી જાની એસ્ટ્રોલોજર