નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 11 મા વિશ્વ યોગ દિવસે યોગા ફોર વન અર્થ વન હેલ્થ તથા વિશ્વ સંગીત દિવસ કાર્યક્રમ યોજાયો

નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 11 મા વિશ્વ યોગ દિવસે યોગા ફોર વન અર્થ વન હેલ્થ તથા વિશ્વ સંગીત દિવસ કાર્યક્રમ યોજાયો
समत्वं योग उच्चयते
સાણંદ કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસ તથા વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં વિશ્વ યોગ દિવસની થીમ યોગા ફોર વન અર્થ વન હેલ્થ – એક પૃથ્વી એક સ્વાસ્થ્ય પર શાળાના બાળકોએ વ્યાયામ યોગ, આસન, પ્રાણાયામ કર્યા હતા. શાળાના પ્રધાનાચાર્ય ડૉ. મનીષ દેત્રોજા એ બાળકોને માર્ગદર્શન આપતા કહ્યું કે યોગ એ સ્વસ્થ જીવન જીવવાની કલા અને વિજ્ઞાન છે. યોગ એ વ્યક્તિથી પરમાત્માનો સાક્ષાત્કાર છે. યોગ કરો અને નીરોગી રહો સાથે સાથે વિશ્વ સંગીત દિવસે સંગીત એ એક થેરાપી છે. સંગીત એ જીવનમાં આનંદનો અનુભવ તેમજ જીવનને સ્વસ્થ રાખે છે. શાળાના બાળકોએ વિશ્વ યોગ દિવસે યોગને જીવનશૈલી બનાવી દરરોજ આસન, પ્રાણાયામ, ધ્યાન કરવાનો સંકલ્પ લીધો હતો. શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા યોગ દિવસ અને સંગીત દિવસની શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંયોજક અંકુશભાઈ જૈન, કલા સાધક ઇન્દ્રજીતભાઈ યોગ સાધક દિવ્યરાજસિંહ જાડેજા કર્યું હતું.