Uncategorized
ધોળકા તાલુકાના પીસાવાડા ગામના તળાવ માંથી અજાણ્યા વૃદ્ધ ને બચાવી લેવાયા

આજરોજ તા.16/06/25 ક.05/30 વાગ્યે અ.હે.કો.હિતેન્દ્ર કુમાર દેવજીભાઈ 591 નાઓને ફોન આવેલ કે એક અજાણ્યો ઈસમ પીસાવાડા ગામમાં તળાવ માં પડી ગયેલ છે તો તમો જલ્દી આવો જે બાબતે કૌકા ઓ.પી પોલીસ સ્ટાફ સાથે પીસાવાડા ગામ ખાતે જઈ તરવૈયા ચંદુભાઈ તથા અલ્કેશભાઇ તથા રાજેશભાઈ તથા સુરેશભાઈ નાઓની મદદથી તળાવમાં પડી ગયેલ ઇસમનો અમૂલ્ય જીવ બચાવી તળાવની બહાર કાઢી સદર ઇસમની પૂછપરછ કરતા તેઓ વીરપુર ગામના જેસીંગભાઇ અર્જુનભાઈ વસાવા હોવાનું જણાવતા હોય જેથી વિરપુર ગામમાં સંપર્ક કરતા તેઓ થોડા અસ્થિર મગજના છે જેથી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ છે તેવી હકીકત જાણવા મળેલ ત્યાર બાદ તેમના સબંધી નો સંપર્ક કરી અશોકભાઈ દશરથભાઈ વસાવા રહે.વીરપુર તા.ધોળકા નાઓને પરત સોંપેલ છે.જે પસંષનીય કામગીરી કરેલ છે.