Uncategorized
સાણંદ સદભાવના કેન્દ્ર દ્વારા સ્ટેસનરી કીટ વિતરણ કરવા માં આવ્યું.

આજ રોજ શ્રી સદભાવના કેન્દ્ર સાણંદ દ્વારા દત્તક લીધેલ સાણંદ ની કન્યા શાળા જ્યાં સાણંદ તળ ની એકદમ ગરીબ અને સામાન્ય પરિવાર માંથી આવતી દીકરીઓ અભ્યાસ કરે છે ત્યાં તમામ દીકરીઓ ને સ્કુલબેગ, વોટરબેગ, કંપાસબોક્ષ, ટિફિનબોક્સ, તેમજ જરૂરી સ્ટેશનરી નું વિતરણ કરવામાં આવ્યું અત્રે ઉલ્લેખનીય છે કે તમામ દીકરીઓ ને સમગ્ર વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારની પેન🖋️, પેન્સિલ, તેમજ અભ્યાસ માં જરૂરી તમામ પ્રકારની વસ્તુઓ શાળા ના આચાર્યશ્રી ને અર્પણ કરેલ જેથી કરી કોઈ પણ દીકરી ને અને તેના વાલી ને સમગ્ર વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારની દીકરી ના અભ્યાસ ની ચિંતા રહે નહીં અત્રે એ નોંધવું જરૂરી છે કે જે સદભાવના કેન્દ્ર દ્વારા અન્ય જુદા જુદા પ્રકારની સેવા ઓ છેલ્લા દસ વર્ષથી કરવામાં આવે છે.