IMG-20250527-WA0027

તા:- ૨૬/૫/૨૫ ને સોમવાર ના રોજ સોમવતી અમાસ ના શુભ દિને શ્રી સદ્દભાવના કેન્દ્ર દ્વારા દર વર્ષ ની જેમ ચાલુ વર્ષે પણ ન્યાય ના દેવતા ભગવાન શ્રી શનીદેવનો ભવ્ય અને દિવ્ય હવન કરવામાં આવેલ. આ હવન માં અતિશય વિકટ પરિસ્થિતિ માં પણ ભવ્ય હવન યોજાયેલ આગલી રાત્રે ભવ્ય મંડપ તેમજ સંપૂર્ણ વ્યવસ્થા વરસાદ અને વાવાઝોડા ને કારણે બગડી ગયેલ તેમ છતાં શ્રી સદ્દભાવના કેન્દ્ર ના આયોજકો, કાર્યકર્તાઓ અને હવનમાં બેસનાર તમામ યજમાનો તરફ થી મળેલ સાથ અને સહકાર તેમજ હિંમત થી બધું જ નવેસર થી ઊભું કરીને હવન નો સમય *બપોરે ૩:૦૦ થી ૬:૩૦:- કલાક સુધી નો કરી ને શ્રી ભગવાન શ્રી શનિદેવની વૈદ્ધિક મંત્રોચ્ચાર સાથે સાણંદ ના વિખ્યાત શ્રી હરીશભાઈ શુક્લ તેમજ શ્રી વિમેશભાઈ પંડિત દ્વારા સંપૂર્ણ હવન સુખ સંપન્ન રીતે પૂર્ણ કરવામાં આવેલ હતો આ હવન માં સાણંદ ના અગ્રણી વેપારીઓ, સામાજિક અગ્રણીઓ તેમજ જુદા જુદા ક્ષેત્ર ના અગ્રણીઓ એ હાજરી આપી પ્રસંગ દીપાવ્યો હતો. આ નિમિતે ગુજરાત ના ખૂબ જ પીઢ અને સિનિયર આગેવાન પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, માનનીય ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા, ક્ષત્રિય અગ્રણી નટુભા વાઘેલા, બ્રહ્મ સમાજના અગ્રણી શ્રી સનતભાઇ પંડિત, ડૉ જી કે ચૌહાણ, શ્રી મનુભાઈ બારોટ, શ્રી ભાનુભાઈ વાઘેલા ,શ્રી સુરુભા વાઘેલા તેમજ શ્રી ઘનુભા રાઠોડ સહિત વિવિધ વેપારી વર્ગ તેમજ વિવિધ સામાજિક અગ્રણીઓ એ હાજર રહી પ્રસંગ ને દીપાવેલ હતો,આ તબક્કે ખાસ જણાવવાનું કે શ્રી રાજુભાઈ બારોટ તેમજ શ્રી ટીનાભાઈ (ગજાનંદ) વિગેરે દ્વારા આ કપરા સંજોગો માં સૌએ સાથ સહકાર આપેલો તે બદલ શ્રી સદ્દભાવના કેન્દ્ર સર્વે નો આભાર માને છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!