સાણંદ APMC ખાતે વાહનોમાં રેડિયમ રિફલેક્ટર્સ લગાવાયા

સાણંદ APMC ખાતે વાહનોમાં રેડિયમ રિફલેક્ટર્સ લગાવાયા
પોલીસે રિફ્લેક્ટર લગાવી ટ્રાફિક નિયમો સમજાવ્યા
સાણંદ શહેરમાં આવેલ કડી રોડ પર એપીએમસી માર્કેટ ખાતે સાણંદ પોલીસ, જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા વાહનોમાં રેડિયમ રિફ્લેક્ટર્સ લાગવાનો કાર્યક્ર્મ યોજાયો હતો. સાણંદ પોલીસ દ્વારા વાહન ચાલકોને રોડ સેફ્ટીને લઈને વાહનોમાં રેડિયમ રિફ્લેક્ટર્સ લગાવી રોડ,હાઈવે પર રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા અંગે પણ ખાસ સૂચનાઓ અને વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બીજી તરફ સાણંદ એપીએમસી દ્વારા પણ માર્કેટ યાર્ડના ગેટ પાસે બેનર લગાવીને માર્કેટમાં આવતા તમામ વાહનોમાં રેડિયમ રિફલેક્ટર્સ ફરજિયાત પણે લાગવા આગ્રહ કર્યો હતો તેમજ જે વાહનોમાં રેડિયમ રિફલેક્ટર્સ નહિ લગાવેલા હોય તેવા વાહનોને માર્કેટ યાર્ડ પ્રવેશ નહીં મળે તેમ સૂચના લગાવી હતી. ટ્રાફિક સલામતી માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા અભિયાન હાથ ધર્યું છે.