Uncategorized
ઋષિ બાલમંદિર સાણંદ નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
સાણંદ ના સૌથી પ્રથમ બાલમંદિર, ઋષિ બાલમંદિર નો ૭૨ વર્ષ પૂરા થવા પ્રસંગે બાળકોની શક્તિઓને ઉજાગર કરવા માટે સ્થાનકવાસી જૈન વાડી, સાણંદ ખાતે તા: ૨૧/૩/૨૫ ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવેલ

ઋષિ બાલમંદિર સાણંદ નો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
સાણંદ ના સૌથી પ્રથમ બાલમંદિર, ઋષિ બાલમંદિર નો ૭૨ વર્ષ પૂરા થવા પ્રસંગે બાળકોની શક્તિઓને ઉજાગર કરવા માટે સ્થાનકવાસી જૈન વાડી, સાણંદ ખાતે તા: ૨૧/૩/૨૫ ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવેલ.
આ પ્રસંગે અમદાવાદ જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રીમતી કંચનબા જગદીશસિંહ વાઘેલા, સાણંદ નગરપાલિકા ના પ્રમુખ શ્રી ધ્રુમીન ભાઈ દોશી, તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ડો. નિકુંજભાઈ પટેલ સહિત શાળા નાં ૨૦૦ ઉપરાંત વિધ્યાર્થીઓ, તેમના વાલીશ્રી ઓ, સાણંદ નાં પ્રતિષ્ઠિત નાગરિકો, શાળા ના ટ્રસ્ટીશ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ ની સફળતા માટે સંસ્થા ના પ્રમુખ શ્રી જયમીનભાઈ ભીખાભાઈ પટેલે સર્વે નો આભાર વ્યક્ત કર્યો હતો.