ઉપલેટા ટાઉન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો વિરુધ્ધ
૧૦૦ કલાકમાં કાર્યવાહી કરવાના ભાગ રૂપે વીજ વિભાગના અધિકારી/કર્મચારી સાથે ચેકિંગ હાથ ધરતી ઉપલેટા પોલીસ

ઉપલેટા ટાઉન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો વિરુધ્ધ
૧૦૦ કલાકમાં કાર્યવાહી કરવાના ભાગ રૂપે વીજ વિભાગના અધિકારી/કર્મચારી સાથે ચેકિંગ હાથ ધરતી ઉપલેટા પોલીસ
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજય. ગાંધીનગરનાઓના ૧૦૦ કલાકમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો વિરુધ્ધ અલગ-અલગ પ્રકારે કામગીરી હાથ ધરવા માટેના પરીપત્રના ભાગરૂપે રાજકોટ રેન્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબની સ્પષ્ટ અને પરીણામલક્ષી કામગીરી કરવા અપાયેલ સુચના તથા ધોરાજી વિભાગ, ધોરાજી મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સિમરન ભારદ્વાજ સાહેબના માર્ગદર્શન હેઠળ ઉપલેટા ટાઉન વિસ્તારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોના ઘરે પી.જી.વી.સી.એલ ટીમ સાથે ગેરકાયદેસર વીજ જોડાણ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતુ જેમા એક ઇસમના ઘરે ગેરકાયદેસરનુ વીજ જોડાણ મળી આવેલ હતુ જે અંગે પી.જી.વી.સી.એલ દ્રારા ગેરકાયદેસરનુ કનેકશન દુર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં અવેલ છે. ઉપલેટા પોલીસ દ્વારા આગળ પણ નિયમાનુસારની કડક કાર્યવાહી હાથ ધરવામાં અવનાર છે.
રિપોર્ટર .હરેશ ચાવડા