આજરોજ સાણંદ એપીએમસી ખાતે સહકાર ભારતી અમદાવાદ જિલ્લાની બેઠક
માન.શ્રી જીવણભાઈ ગોલે સંગઠન પ્રમુખશ્રી, ગુજરાત, રાજસ્થાન ના પ્રમુખસ્થાને તેમજ મુખ્યમહેમાન તરીકે માન.શ્રી કનુભાઈ પટેલ ધારાસભ્યશ્રી સાણંદ-બાવળા મતવિસ્તાર તથા માન.શ્રી શૈલેષભાઈ દાવડા પ્રમુખશ્રી અમદાવાદજિલ્લા ભાજપ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં સહકાર ભારતી અમદાવાદ જિલ્લા ના પ્રમુખ તરીકે સહકારી યુવા અગ્રણી અને સાણંદ APMC ના ડીરેક્ટર શ્રી કિરીટભાઈ કરમશીભાઈ પટેલ ની, તેમજ સહકારભારતી સાણંદ તાલુકા પ્રમુખશ્રી તરીકે સહકારી અગ્રણી અને સાણંદ APMC ના ડીરેક્ટરશ્રી બાબુભાઈ ખોડાભાઈ પટેલ ની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી.સૌ કાર્યકર્તાઓએ આ નિમણૂંક ને હર્ષભેર વધાવી લીધી હતી.
આ પ્રસંગે અમદાવાદ જિલ્લા સહકારી અગ્રણી મયુરભાઈ ડાભી,દીલીપસિંહ બારડ, ગૌતમભાઈ રાવલ, ભરતભાઈ મેર,દીનેશભાઈ જાદવ, ઘનશ્યામભાઈ ઠાકોર, ડી. એલ પટેલ, વાસુભાઈ પટેલ, સાણંદ તાલુકા ભાજપ પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ બાવળા તાલુકા/ શહેર પ્રમુખશ્રી ચેતનસિંહ ગોહિલ, મીતુલભાઈ પટેલ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.