વિજ્ઞાન દિવસ પર પિરાણા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક અને પ્રેરણાદાયક કાર્યક્રમ
વિજ્ઞાન દિવસ પર પિરાણા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક અને પ્રેરણાદાયક કાર્યક્રમ

વિજ્ઞાન દિવસ પર પિરાણા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક અને પ્રેરણાદાયક કાર્યક્રમ
અમદાવાદ: વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ Learning on Wheel મારફતે વિજ્ઞાન દિવસ પિરાણા પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર ઉજવાયો. શાળાની પ્રિન્સીપાલ ભૂમિકાબેન પટેલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ભગીદારી નોંધાવી.
વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન મોડલ, નિબંધ લેખન અને ચિત્રકલા સ્પર્ધાઓ યોજાઈ, જેમાં તેઓએ સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પ્રદર્શિત કર્યો. વિજેતાઓને મોઈની ફાઉન્ડેશન તરફથી ઇનામો આપવામાં આવ્યા.
કાર્યક્રમના સંયોજક ઝાલા ગૌરવ અને ઉર્મિલ પરમાર રહ્યા હતા. કિરણ પંચાલ (Assistant Project Manager) એ વિજ્ઞાન દિવસનું મહત્ત્વ સમજાવ્યું અને પ્રિન્સીપાલ ભૂમિકાબેન પટેલ સાથે વિજેતાઓને સન્માનિત કર્યા.
શાળાના પ્રિન્સીપાલ ભૂમિકાબેન પટેલે જણાવ્યું કે, “વિજ્ઞાન આધારિત પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવે છે અને તેમનો2 આત્મવિશ્વાસ વધારવામાં સહાયરૂપ બને છે.”
આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક અને પ્રેરણાદાયક સાબિત થયો.
રિપોર્ટર. ચિરાગ પટેલ