ખેલે સાણંદ સીઝન –રમાં કબડ્ડી અં-૧૪ ભાઇઓની ક્વાર્ટર ફાયનલ અને સેમી ફાયનલ ઝોલાપુર ખાતે રમાઈ
અણદેજ, શેલા, રેથલ, ગોરજ અને ઝોલાપુરનો ઉત્કૃષ્ઠ દેખાવ
ખેલે સાણંદ સીઝન –રમાં કબડ્ડી અં-૧૪ ભાઇઓની ક્વાર્ટર ફાયનલ અને સેમી ફાયનલ ઝોલાપુર ખાતે રમાઈ
અણદેજ, શેલા, રેથલ, ગોરજ અને ઝોલાપુરનો ઉત્કૃષ્ઠ દેખાવ
વિજયી ભારત ફાઉન્ડેશન સંચાલીત ખેલે સાણંદ સ્પોર્ટસ લીગ સીઝન – ર ની કબડ્ડીની ક્વાર્ટર ફાયનલ અને સેમી ફાયનલ મેચોનું આયોજન તારીખ ૧૯મી ફેબ્રુઆરી ર૦રપના રોજ ઝોલાપુર ખાતે કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે ખેલે સાણંદના પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતજી ઠાકોર, રીલાયન્સના રીઝનલ સ્પોર્ટસ હેડ માણેક કોટવાલ તેમજ ઝોલાપુર અગ્રણી મહેશભાઈ ડાભી અને રજનીકાન્ત પટેલ સહીત ગામના આગેવાનો, ગ્રામજનો તથા ભાગ લઈ રહેલ ટીમો અણદેજ, શેલા, ગોકળપુરા, વિરપુરા, ઝોલાપુર, મોડાસર, રેથલ અને ગોરજ ગામના શિક્ષકો, કોચ, મેનેજર અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહીત કર્યા હતા.
સ્પર્ધાની ક્વાર્ટર ફાયનલ મેચોમાં અણદેજ વિ. ગોકળપુરામાં અણદેજ પપ-ર૬ થી વિજેતા થયેલ, તેમજ વિરપુરા વિ. રેથલમાં રેથલ ૪૭-૬૦ થી વિજેતા થયેલ, શેલા વિ. ઝોલાપુર માં શેલા પ૭-પર થી વિજેતા થયેલ, મોડાસર વિ. ગોરજ માં ગોરજ ૧૯-૪૬ થી વિજેતા થયેલ, જ્યારે અણદેજ અને રેથલ વચ્ચે સેમી ફાયનલ મેચ રમાયેલ જેમાં અણદેજ ૪૧-૩૧થી વિજેતા થયેલ, શેલા અને ગોરજ વચ્ચે બીજી સેમી ફાયનલ મેચ રમાયેલ જેમાં શેલા ૪પ-ર૭થી વિજેતા થયેલ. તેમજ તૃતિય સ્થાન માટે રેથલ અને ગોરજ વચ્ચે મેચ રમાયેલ, જેમાં રેથલ ૧૯-૩૬ થી વિજેતા થયેલ. હવે પછી અણદેજ અને શેલા વચ્ચે કબડ્ડી અં-૧૪ ભાઇઓની ફાઇનલ મેચ યોજાશે.
વિજયી ભારત ફાઉન્ડેશન દ્વારા વિજેતા તથા ભાગ લેનાર તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.
ધોરાજી ગર્જના ન્યુઝ
ચિરાગ પટેલ સાણંદ