ગુજરાત

ધોરાજી નગરપાલિકાની ૧૬મીએ ચૂંટણીઃ નવ વોર્ડમાં ૬૮ હજારથી વધુ મતદારો નોંધાયા

નવ વોર્ડમાં ૮૫ મતદાન મથકોની રચનાઃ પાલિકાની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવા મતદારોમાં ઉત્સાહ

ધોરાજી નગરપાલિકાની ૧૬મીએ ચૂંટણીઃ નવ વોર્ડમાં ૬૮ હજારથી વધુ મતદારો નોંધાયા

નવ વોર્ડમાં ૮૫ મતદાન મથકોની રચનાઃ પાલિકાની ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવા મતદારોમાં ઉત્સાહ

રાજકોટ, તા. ૧૪ ફેબ્રુઆરી – રાજકોટ જિલ્લામાં ધોરાજી નગરપાલિકાની ચૂંટણી માટે આગામી ૧૬મીએ મતદાન થનાર છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં મતાધિકારનો ઉપયોગ કરવા મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજકોટ જિલ્લામાં નગરપાલિકાઓની ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શી વાતાવરણમાં યોજવા જિલ્લા નોડલ અધિકારી નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે. ગૌતમના માર્ગદર્શનમાં કામગીરી ચાલી રહી છે. ધોરાજીમાં હાલ રિટર્નિંગ ઓફિસર શ્રી નાગાજણ તરખલાના માર્ગદર્શનમાં ચૂંટણીમાં મતદાન માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
હાલ નગર પાલિકા વિસ્તારમાં નવ વોર્ડમાં ૮૫ મતદાન મથકોની રચના કરવામાં આવી છે.
નગર પાલિકામાં આવેલા કુલ નવ વોર્ડમાં ૬૮,૩૫૬ મતદારો નોંધાયેલા છે. જેમાં ૩૪,૮૮૮ પુરુષ મતદાર છે જ્યારે ૩૩,૪૬૭ મહિલા મતદારો તેમજ અન્ય જાતિના એક મતદાર છે.

વોર્ડ-૧માં ૩૮૨૪ પુરુષ તથા ૩૫૦૬ મહિલા મતદારો મળીને કુલ ૭૩૩૦ મતદારો નોંધાયેલા છે. વોર્ડ-૨માં ૩૭૭૧ પુરુષ તથા ૩૮૨૦ મહિલા મળીને કુલ ૭૫૯૧ મતદારો, વોર્ડ-૩માં ૩૮૯૮ પુરુષ તથા ૩૮૯૫ મહિલા મળીને ૭૭૯૩ મતદારો નોંધાયા છે.
વોર્ડ-૪માં કુલ ૩૭૪૮ પુરુષ તથા ૩૪૦૫ મહિલા મળીને ૭૧૫૩ મતદારો છે. વોર્ડ-૫માં ૩૧૩૨ પુરુષ તથા ૩૦૮૬ મહિલા મળીને કુલ ૬૨૧૮ મતદારો છે.
વોર્ડ-૬માં ૩૩૯૩ પુરુષ તથા ૩૪૭૧ મહિલા, તથા થર્ડ જેન્ડરના એક મળીને કુલ ૬૮૬૫ મતદારો, વોર્ડ-૭માં ૪૪૬૦ પુરુષ તથા ૪૨૭૦ મહિલા મળીને કુલ ૮૭૩૦ મતદારો, વોર્ડ-૮માં ૩૮૭૫ પુરુષ તથા ૩૬૫૦ સ્ત્રી મળીને ૭૫૨૫ મતદારો, જ્યારે વોર્ડ-૯માં ૪૭૮૭ પુરુષ તથા ૪૩૬૪ સ્ત્રી મળીને ૯૧૫૧ મતદારો નોંધાયા છે.

અહેવાલ.રાજુભાઈ બગડા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!