
ડબલ ટાઈગર ચા ગ્રુપના સાણંદ ખાતે આવેલ તેમના કોર્પોરેટ હેડ-ક્વાટર્સ પર તા. ૨૬મી જાન્યુઆરીના રોજ રામકૃષ્ણમઠ લેખંબા-સાણંદના પરમ પૂજ્ય સ્વામીશ્રી તેજોમયાનંદજીના હસ્તે ૭૬મા પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
ધ્વજવંદન સમારોહમાં ડબલ ટાઈગર ચા ગ્રુપના કર્મચારીગણ, સાણંદ કરિયાણા એસોસિએશનના સભ્યો તથા શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.