
આજરોજ હસમુખભાઈ સોલંકી તાલુકા પ્રમુખ શ્રી તથા સાણંદ પી આઈ સાહેબના સલાહ સૂચન અને માર્ગદર્શન હેઠળ મુખ્ય કમિટી ના આગેવાનો તથા સરપંચશ્રી ઓ એ પ્રાથમિક ધોરણે સ્થાનિક કક્ષાએ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે મુખ્ય પોલીસ અધિકારી શ્રી ને અરજી સ્વરૂપે આવેદન પાઠવ્યું હતું.
જેમાં સાણંદ બાવળા તાલુકાની હદમાં આવતાં ચાંગોદર,ખોડા,બાવળા, સાણંદ તથા નળ સરોવર પોલીસ સ્ટેશન દ્વારા દારૂ ફેન્સીડી વ્હીસ્કી ના દૂષણને ડામવા તથા વ્યસનમુક્ત સમાજ નું નિર્માણ કરવા ભલામણ કરી કડક કાર્યવાહી હાથ ધરી બુટલેગરો તથા દારૂનાં ધંધા સાથે સંકળાયેલા ઈસમોની ધરપકડ કરવામાં આવે તથા દારૂબંધી ના કાયદાને મજબૂત બનાવી સમાજમાં સુલેહ શાંતિ જાળવવા અપીલ કરી હતી.
આથી સાણંદ પોલીસ સ્ટેશન ના મુખ્ય પોલીસ અધિકારી શ્રી પી આઈ સાહેબ દ્વારા તમામ આગેવાનો અને સરપંચશ્રી ઓને ખાતરી આપી હતી કે આગામી સમયમાં દરેક પોલીસ સ્ટેશન મારફતે દારૂબંધી નો અમલ કરાવવા કડક વલણ અપનાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તથા કોઈ પણ ભલામણ કે લાગવગ ચલાવી લેવામાં આવશે નહિ આથી ગામના કોઈ આગેવાનો પણ ભલામણ કરવા કે ગુનેગારો ને છોડાવવા કે તરફેણ કરવા આવી શકશે નહિ.
તેમજ આવા દારૂનાં ધંધા સાથે સંકળાયેલા ઈસમો તથા બુટલેગર લોકોની માહિતી આપશે એની ઓળખાણ પણ ગુપ્ત રાખવામાં આવશે અને કોઈપણ ગુનેગાર હશે એને 24 કલાકમાં ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવશે.
આથી હવે પછી કોઈ પણ સમાજ ના લોકો દારૂ ફેન્સીડી વ્હીસ્કી નો ધંધો કરતા હશે કે પ્રોત્સાહન આપતા હશે એની કોઈ જવાબદારી સમાજના આગેવાનો કે સરપંચશ્રી ની રહેશે નહિ જેની માણકોલ ચોવીસી ના દરેક ગામનાં નાગરિકો એ નોંધ લેવી.