
- તેલાવ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓનો ખેલ મહાકુંભ 3.0 માં ડંકો
તેલાવ પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં શાનદાર પ્રદર્શન કરી ખોખોની સ્પર્ધામાં અંડર ૧૪ વિભાગમાં પ્રથમ સ્થાન મેળવીને સાણંદ તાલુકા અને તેલાવ ગામનું ગૌરવ વધાર્યું છે
આ સફળતાને આગળ વધારતા અંડર-૧૪ વિભાગમાંથી આ વિદ્યાર્થીનીઓ હવે ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે આ તમામ વિદ્યાર્થીઓને શાળાના શિક્ષક શ્રી ચંદનસિંહ દોલતસિંહ જાડેજા એ માર્ગદર્શન આપ્યું છે અને ખૂબ જ તૈયારી કરાવેલ છે જેનું આ સુંદર પરિણામ મળેલ છે આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી વિજયકુમાર કાંતિલાલ પટેલ અને સમગ્ર શાળા પરિવારે વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે આ સફળતાથી શાળાની ખેલકૂદ પ્રવૃત્તિઓમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે
Back to top button
error: Content is protected !!