
- નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલ ખેલ મહાકુંભમાં યોગાસનમાં પ્રથમ……
સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ભાગ્યરાજસિંહ વાઘેલાએ ખેલ મહાકુંભમાં યોગાસન (ખુલ્લા વિભાગ)માં ભાગ લઇ પ્રથમ નંબરે વિજેતા જાહેર કરવામાં આવ્યો. આ સ્પર્ધા શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિર, ગોધાવી મુકામે યોજાઈ હતી. શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા તેમજ પ્રધાનાચાર્ય ડૉ.મનીષ દેત્રોજાએ યોગાસનના માર્ગદર્શક શિક્ષક દિવ્યરાજસિંહ તેમજ યોગાસનમાં વિજેતા ભાગ્યરાજને અભિનંદન પાઠવ્યા હતા. અને જણાવ્યું હતું કે હવે તે જીલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.