
- ધારાસભ્ય શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાના હસ્તે ઉપલેટા કોટેજ હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ
*રાજકોટ તા. ૧૮ જાન્યુઆરી -* ઉપલેટા ખાતે ધારાસભ્ય શ્રી ડો. મહેન્દ્રભાઈ પાડલીયાના હસ્તે ઉપલેટા કોટેજ હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી. રાજ્યસભાના સાંસદશ્રી રામભાઈ મોકરીયાની ગ્રાન્ટમાથી હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ પ્રસંગે જીલ્લા ભાજપ મહામંત્રીશ્રી રવિભાઈ માકડીયા, જિલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાદરીયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ મયુરભાઈ સુવા, શહેર સંગઠનના હોદ્દેદારો, સિનિયર આગેવાનો ઉપસ્થિત રહ્યા.