
સાણંદ ટોલ પ્લાઝા ખાતે અમદાવાદ જિલ્લા ટ્રાફિક પોલીસ, K.D. હોસ્પીટલ અને અમદાવાદ માળિયા ટોલ વે લિમિટેડ દ્વારા મફત મેડિકલ અને આંખની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ જિલ્લા ટ્રાફીક પોલીસના પી.એસ.આઈ. આર. યુ.ઝાલા,ધમભા ગોહિલ અને અન્ય પોલીસ સહકર્મી જોડે કે. ડી.હોસ્પીટલના ડો.જનકભાઈ સાધુ અને તેમની મેડિકલ ટીમ તથા અમદાવાદ માળિયા ટોલ વે લિમિટેડના પ્લાઝા મેનેજર તુષાર આચાર્ય,રૂટ ઓપરેશન સુપરવાઈઝર રાકેશ જોષી,મેઈનટેનન્સ ટીમના બિરેન્દ્ર પાંડે અને સમગ્ર ટોલ પ્લાઝાની ટીમના સાથ સહયોગથી આશરે 250 થી વધુ વાહન ચાલકોના મેડિકલ ચેકઅપ જેમાં વજન, ઊંચાઈ, બ્લડપ્રેસર, સુગર ટેસ્ટ કરી તેમને અનુભવી ડોક્ટર દ્વારા ફ્રી કન્સલ્ટેશન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વાહન ચાલકોની આંખની તપાસ કરવામાં આવી હતી.
તપાસ બાદ જરૂરિયાતવાળા રોડ યુઝરને મફત ચશ્મા અને આઈ ડ્રોપનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ઓવર સ્પીડના ઓનલાઇન મેમો અને interceptor ની માહિતી આપવામાં આવી હતી.
ઉપરોક્ત ટીમ દ્વારા વાહન ચાલકોના લાભાર્થે અને રોડ સેફ્ટી જાગૃતિના કાર્યક્રમો અવર નવાર કરવામાં આવે છે જે ખુબ જ આવકારદાયક બાબત છે.