
અમદાવાદ જિલ્લા સાણંદ તાલુકાના આશા કાર્યકર બહેનોને માસિક આરોગ્ય વિષય પર તાલીમ આપવામાં આવી
માસિક એ ઘણા વર્ષો થી સામાજીક અને ધાર્મિક બંધનો થી ઘેરાયેલો મુદ્દો રહ્યો છે, જેને બહેનો અને કિશોરીઓ ને ઘણી માહિતી થી અંજાણ રાખ્યા છે. હવે સમય ની માંગ છે કે બહેનો અને કિશોરીઓ ને માસિક આરોગ્ય બાબતની સાચી માહિતી થી જાણકાર કરવામાં આવે.
આ બાબત ને ધ્યાને રાખી સાણંદ તાલુકાના ગામોમાં ટાટા ઓટોકોમ્પ કંપની ના આર્થિક સહયોગ થી કોસ્ટલ સેલીનીટી પ્રિવેન્શન સેલ (CSPC) અને ટાટા ટ્રસ્ટ દ્વારા “માસિક આરોગ્ય વ્યવસ્થાપન” નો કાર્યક્રમ અમલીકૃત કરવામાં આવી રહ્યો છે, જેમાં બહેનો મુક્તપણે પોતાના માસિક વિશે ચર્ચા કરી શકે છે. આ કાર્યક્રમ અંતર્ગત CSPC ની ટીમ દ્વારા ગામોમા બહેનો ના ગ્રુપ બનાવીને તેઓ સાથે માસિક ચક્ર, માસિક દરમિયાન ઉપયોગ મા લેવામા આવતા ઉત્પાદનો તથા સમાજમાં રહેલ માસિક વિશે ની અલગ-અલગ માન્યતાઓ ની ચર્ચા કરવામા આવે છે. આ ઉપરાંત શાળામાં જતી કિશોરીઓ ને પણ માસિક આરોગ્ય બાબતે જાગૃત કરવામાં આવે છે.
ગ્રામ્ય કક્ષાએ આશા કાર્યકર, એ બહેનો અને કિશોરીઓ માટે માહિતી અને જાણકારી મેળવવાનું એક વિશ્વાસપાત્ર માધ્યમ છે. અને તેથી જ આશા કાર્યકર બહેનોને આ વિષય પર માહિતગાર કરવાના ઉદ્દેશ્ય થી CSPC અને તાલુકા આરોગ્ય કચેરી, સાણંદ નાં સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૬ અને ૧૭ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ “માસિક આરોગ્ય વ્યવસ્થાપણ” વિષય પર બે દિવસીય કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યશાળામાં સાણંદ તાલુકાની ૨૦૦ આશા કાર્યકર બહેનો સાથે માસિક ચક્ર, માસિક દરમિયાન ઉપયોગ મા લેવામા આવતા ઉત્પાદનો તથા સમાજમાં રહેલ માસિક વિશે ની અલગ-અલગ માન્યતાઓ પર ચર્ચા કરવામાં આવી.
CSPC અને ટાટા ટ્રસ્ટ ના માસિક આરોગ્ય વિશે ના કાર્યક્રમ ના માધ્યમ થી આશા કાર્યકર બહેનો માસિક આરોગ્ય બાબતે જાગ્રુત થઇ ને આ વિશેની સાચી અને સચોટ માહિતી ગામમાં દરેક કિશોરી અને બહેનો સુધી પહોંચતી કરશે તેવું તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. બી. કે વાઘેલા સાહેબ નું મંતવ્ય છે.