
નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં विज्ञान से विकसित भारत વિષય પર અનુભૂતિ ( વિજ્ઞાન પ્રદર્શન) માં બાળકોએ કુલ – 40 પ્રોજેક્ટની પ્રસ્તુતિ કરી.
તારીખ 11-12 જાન્યુઆરીના રોજ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત બે દિવસીય અનુભૂતિ – 2025ના કાર્યક્રમમાં શ્રી નરોત્તમ શાહુ (સભ્ય સચિવ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) શ્રી સી.એમ. નાગરાણી (વરિષ્ઠ વૈજ્ઞાનિક ઈસરો) શ્રી જે.એમ.પટેલ (વરિષ્ઠ વૈજ્ઞાનિક ઈસરો) શ્રી કમલેશભાઈ ઉદાસી (પૂર્વ પ્રોજેક્ટ ડાયરેક્ટર ઇસરો) તથા શ્રી ઉમેશભાઈ શ્રીવાસ્તવ (નિવૃત્ત આચાર્ય સંસ્કાર વિદ્યાલય)ના હસ્તે ઉદ્ઘાટન કરી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. શાળાના પ્રધાનઆચાર્ય ડૉ.મનીષ દેત્રોજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે વિજ્ઞાન વિશે રસ અને રુચિ વધે તે અર્થે અતિથિ દ્વારા બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શાળાના બાળકોએ વિસ્મય સભર નાનકડી શોધખોળ એટલે અનુભૂતિ…જેમાં સ્માર્ટ ટુલ્સ સિમ્પલ યુઝ, રોબોટિક, રીવર રિવાઇવ, વૃક્ષમિત્ર ભારત, ગગનયાન, ફૂડ વેસ્ટ મેનેજમેન્ટ, આયુર્વેદા સાયન્સ ઓફ લાઈફ એમ કુલ મળી – 40 જેટલા પ્રોજેક્ટ રજૂ કર્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ બાળકોની ભવિષ્યની વિકસિત ભારતની શોધખોળની ઉત્સાહભેર પ્રશંસા કરી હતી.
સમાપન કાર્યક્રમમાં ડૉ. કિશોર સિંહ પરમાર ઉપસ્થિત રહી બાળકોને વિષય અનુરૂપ માર્ગદર્શન આપી મોટી સંખ્યામાં અભિભાવકો રવિવારે પણ બાળકોને પ્રત્સાહન આપવા હાજર રહ્યા તેની પ્રશંશા કરી હતી. વિજ્ઞાન પ્રદર્શનના મુખ્ય અતિથિ કિશોરસિહે શ્રેષ્ઠ 11 પ્રોજેક્ટને વિજેતા જાહેર કર્યા હતા. શાળાના શિક્ષિકા હેમલતાબેને વૃતાંત રજૂ કર્યું હતુ. બાળકો અને વાલીઓએ પણ પોતાના પ્રતિભાવોમાં બાળકોની સર્જનાત્મક કૃતિઓને બિરદાવી હતી. શાળાના પ્રમુખ સાગર સિંહ વાઘેલા અને પ્રધાનાચાર્ય ર્ડા. મનીષ દેત્રોજાએ શ્રેષ્ઠ પ્રોજેક્ટ વિજેતાઓને અભિનંદન આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમના સંયોજક બિજલબેન, હેમલતાબેને કાર્યક્રમને સફળ બનાવવા સુંદર આયોજન કર્યું હતુ. કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીની ધ્વનિ જૈન ,સાક્ષી ઠક્કર અને પ્રેક્ષા ચૌહાણે કર્યું હતુ.