સ્વામી વિવેકાનંદની ૧૬૨મી જન્મ જયંતીની સાણંદ તાલુકાના વાસણા ગામ ખાતે ઉજવણી
રક્તદાન શિબિરમાં કુલ 111 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

સ્વામી વિવેકાનંદની ૧૬૨મી જન્મ જયંતીની સાણંદ તાલુકાના વાસણા ગામ ખાતે ઉજવણી
આ નિમિત્તે તારીખ 12 1 2025 ને રવિવારે સવારે 11:00 થી 2:00 કલાકે સાણંદ તાલુકાના વાસણા ઇયાવા ખાતે રક્તદાન શિબિર નું આયોજન
રક્તદાન શિબિરનું આયોજન અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કંચનબા જગદીશ સિંહ વાઘેલા અને તાલુકા હેલ્થ કચેરી સાણંદના સહયોગથી કરવામાં આવ્યું
રક્તદાન કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી કંચન બા જગદીશસિંહ વાઘેલા, સાણંદ બાવળા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલ, સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વસંતબા કિરીટસિંહ વાઘેલા, સાણંદ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી પ્રદિપસિંહ વાઘેલા અને જિલ્લા પંચાયત સદસ્યશ્રી તથા તાલુકા સદસ્યશ્રીઓ અને આરોગ્ય વિભાગમાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. શૈલેષ પરમાર, જિલ્લા રોગચાળા અધિકારી શ્રી ડો. ચિંતન દેસાઈ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો. કાર્તિક શાહ, જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી નરેન્દ્રસિંહ રાઠોડ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. બી.કે વાઘેલા તથા ભાજપ સંગઠનના અન્ય હોદ્દેદારો દ્વારા દીપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિર ની શરૂઆત કરવામાં આવી.
જેમાં સાણંદ તાલુકાના આરોગ્ય કર્મચારી બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક રક્તદાન કરવામાં આવ્યું હતું.
રક્તદાન શિબિરમાં કુલ 111 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો. બી કે વાઘેલાની દેખરેખ હેઠળ યોજાયો.