
આજરોજ લાયન્સ ક્લબ ઓફ સાણંદ ઉપક્રમે સાણંદ ટોલટેક્સ ખાતે રોડ સેફ્ટી કાર્યક્રમ હેઠળ હેલ્મેટ પહેરવા જાગૃતિ, ગાડી માં સિટ બેલ્ટ બાંધવા , વાહનો ની પાછળ લાલ રેડિયમ પ્લેટ વિવિધ કાર્યક્રમ હેઠળ 500 થી વધુ લોકોને રોડ સેફ્ટી કાર્યક્રમ હેઠળ જાગૃત કર્યા. આ કાર્યક્રમ માં એલ. & ટી. અધિકારીઓ તથા સાણંદ પોલીસ સ્ટાફ ના અધિકારીઓ તથા લાયન્સ ક્લબ ઓફ સાણંદ માંથી કેપ્ટન વીજયાનન્દજી. વિનોદભાઈ જોશી. અતુલભાઈ દદુકિયા, આર. કે. સીંગ, ફર્સ્ટ વી. પી. ગૌતમભાઈ ભાઈ પારેખ,સેક્રેટરી અરીમર્દન સીંગ અને પ્રેસિડેન્ટ નરેન્દ્રસિંહ વાઘેલા હાજર રહેલા.