નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્વામી વિવેકાનંદજીની ગુજરાત યાત્રા “પ્રદર્શન” નું ઉદ્દઘાટન યોજાયું
નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્વામી વિવેકાનંદે ગુજરાતમાં યાત્રા કરી હતી

નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્વામી વિવેકાનંદજીની ગુજરાત યાત્રા
“પ્રદર્શન” નું ઉદ્દઘાટન યોજાયું
સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલ અને રામકૃષ્ણ મઠ લેખંબાના સંયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી પ્રસંગે “પ્રદર્શન” નું ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો.
12 જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ સમગ્ર વિશ્વમાં યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. જેથી નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્વામી વિવેકાનંદે ગુજરાતમાં યાત્રા કરી હતી, તેના વિશે વિસ્તૃત જાણકારી ને લગતું “પ્રદર્શન” નું ઉદ્દઘાટન પૂ.સચિન મહારાજ, મતીશ્વરાનંદજી (રામકૃષ્ણ મઠ લેખંબા) ઘનશ્યામભાઈ ગઢવી (પ્રદર્શન- પરિકલ્પના સંયોજક) નિર્મલસિંહ તેમજ કનુભાઈ પટેલ તથા શાળાના પ્રધાનાચાર્ય ડૉ.મનીષ દેત્રોજા ઉપસ્થિત રહી પ્રદર્શનનું ઉદ્દઘાટન કરી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પૂજ્ય સચિન મહારાજે આ પ્રસંગે વિદ્યાર્થીઓને યુવા સંદેશ આપ્યો હતો. શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા તેમજ પ્રધાનાચાર્ય ડૉ.મનીષ દેત્રોજાએ તા- 10, 11 અને 12 જાન્યુઆરીના રોજ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સવારે 9:00 થી 5:00 દરમ્યાન સાણંદ નગરજનોને ‘ગુજરાત યાત્રા’ પ્રદર્શન નિહાળવા હાર્દિક આમંત્રણ છે, તેમ જણાવ્યું હતું.