ગુજરાત
ભાજપ સંગઠનના સાણંદ શહેર અને તાલુકા પ્રમુખની નિમણૂક કરાઈ
ભાજપ સંગઠનના સાણંદ શહેર અને તાલુકા પ્રમુખની નિમણૂક કરાઈ

ભાજપ સંગઠનના સાણંદ શહેર અને તાલુકા પ્રમુખની નિમણૂક કરાઈ
ભાજપ શહેર પ્રમુખ પદે વિરેન્દ્રસિંહ ઝાલા અને તાલુકા પ્રમુખ તરીકે હસમુખભાઈ સોલંકીની વરણી
સાણંદ શહેર ભાજપ પ્રમુખ તરીકે 40 વર્ષીય સાણંદ નગરપાલિકાના પૂર્વ સદસ્ય વિરેન્દ્રસિંહ ચનુભા ઝાલા(મુન્નાભાઈ)ની નિમણૂક કરાઈ છે તો જ્યારે અમદાવાદ જિલ્લા ભાજપ યુવા મોરચાના મહામંત્રી અને માણકોલ ગામના 36 વર્ષીય હસમુખભાઈ કાળુભાઈ સોલંકીની સાણંદ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સાણંદ શહેર ભાજપ પ્રમુખ માટે 8 કાર્યકરો રેસમાં હતા જયારે તાલુકા પ્રમુખ પદ માટે 12 જેટલા કાર્યકરો રેસમાં હતા.
સંગઠન પ્રમુખની નિમણૂક થતા સાણંદ પોલીસ સ્ટેશન નજીક ફટાકડા ફોડી ભાજપ કાર્યકરોએ ઉજવણી કરી હતી