તારીખ: 15/12/2024
*’આપ’ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની અધ્યક્ષતામાં આવનારી નગરપાલિકા ચૂંટણી મુદ્દે સાણંદ અને બાવળામાં સમીક્ષા બેઠક યોજાઈ*
*’આપ’ નેતા ઈસુદાન ગઢવીની આગેવાનીમાં સાણંદમાં પ્લે કાર્ડ સાથે ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમ યોજાયો.*
*નગરપાલિકાઓમાં ગંદકી અને ભ્રષ્ટાચારનું જ મોડલ ભાજપાનું મોડલ બની ગયું છે: ઈસુદાન ગઢવી*
*આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જબરદસ્ત પ્રદર્શન કરશે: ઈસુદાન ગઢવી*
*લોકોને આમ આદમી પાર્ટી અને કેજરીવાલજીની વિચારધારા પર પૂરો વિશ્વાસ છે: ઈસુદાન ગઢવી*
*નગરપાલિકાઓમાં ગટર, પાણી, ગંદકી અને ભ્રષ્ટાચાર મુદ્દે લોકો હેરાન પરેશાન છે: ઈસુદાન ગઢવી*
*અમદાવાદ/ગુજરાત*
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં આજે સાણંદ અને બાવળામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી અને સાણંદ ખાતે પ્લે કાર્ડ સાથે ડોર ટુ ડોર કાર્યક્રમ પણ યોજાયો હતો. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની સાથે સાથે મધ્યમ ઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલબેન વસરા, પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર, પ્રદેશ પ્રવક્તા ડોક્ટર કરન બારોટ, પ્રદેશ ઉપપ્રમુખ ગૌરી દેસાઈ, પ્રદેશ મંત્રી સૂર્યસિંગ ડાભી, અમદાવાદ જિલ્લા પ્રમુખ અરવિંદ ઠાકોર, પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી કુલદીપ સિંહ વાઘેલા, સાણંદ તાલુકા પ્રમુખ યોગેશ ઠાકોર, જિલ્લા ઉપપ્રમુખ હારુભાઈ વાઘરોલા, તાલુકા ઉપપ્રમુખ રામજી પટેલ, ઓબીસી સેલ પ્રદેશ નેતા પ્રવીણ મકવાણા, દિવાનસિંહ જાડેજા, કમલેશ ભાઈ ઝવેરત, , ભાવેશ મકવાણા, અજય વાઘેલા, મહિલા પ્રમુખ પાર્વતીબેન હિરલબેન, સમ્રાટ દાન ગઢવી અને આજે નવ નિયુક્ત થયેલ સહદેવ સિંહ ગોહિલ બાવળા થી જીતુ ભાઈ ઠાકર અર્પિત સિંહ રાજોડા તેમની ટીમ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે સાણંદ નગરપાલિકામાં સમીક્ષા બેઠક અને ડોર ટુ ડોર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આવનારી નગરપાલિકાની ચૂંટણી મુદ્દે પ્રદેશના નેતાઓ, સ્થાનિક હોદ્દેદારો સહિત આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાઓ સંપૂર્ણ રીતે સજ્જ છે. આજે સાણંદ અને બાવળામાં સમીક્ષા બેઠક યોજાઈ અને અમે જોયું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સાથે સાથે સ્થાનિક લોકોમાં પણ આ ચૂંટણીને લઈને અને આમ આદમી પાર્ટીને લઈને ખૂબ જ ઉત્સાહ છે. લગભગ આવતા મહિને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે. અમે લોકોને મળીએ છીએ તો અમને પૂરો ખ્યાલ આવે છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલજીની વિચારધારા પર લોકોને પૂરેપૂરો વિશ્વાસ છે.
લોકોની ખૂબ જ ફરિયાદ છે કે તમામ નગરપાલિકાઓમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે અને લોકોના કામ થતા નથી. આટલા વર્ષોના શાસન બાદ પણ ગટર, પાણી, ગંદકી અને ભ્રષ્ટાચાર મુદ્દે લોકો પરેશાન છે અને આ ગંદકી અને ભ્રષ્ટાચારનું જ મોડલ ભાજપનું મોડલ બની ગયું છે. એવી ઘણી નગરપાલિકાઓ છે કે જેમના વીજળી ભરવાના પણ પૈસા ભાજપે આપ્યા નથી, જેના કારણે નગરપાલિકાઓની ઓફિસોની વીજળી પણ કાપી નાખવામાં આવે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ચારે તરફ ભ્રષ્ટાચાર ફેલાયેલો છે અને લોકો આમાં પીડાઈ રહ્યા છે. એટલા માટે જ લોકો આમ આદમી પાર્ટીને ખુબ જ સહયોગ આપી રહ્યા છે અને આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં ખૂબ જ જબરદસ્ત પ્રદર્શન કરશે એવું મને વિશ્વાસ છે.
*આમ આદમી પાર્ટી ગુજરાત*