ખીચા, જીવનપુરા અને સરખેજ CLC ખાતે મહિલાઓ માટે આત્મવિશ્વાસ અને સ્વ-બચાવ પર માર્ગદર્શન સત્રનું સફળ આયોજન

ખીચા CLC, જીવનપુરા CLC અને સરખેજ CLC ખાતે મહિલાઓ માટે આત્મવિશ્વાસ અને સ્વ-બચાવ વિષયક માર્ગદર્શન સત્રનું સફળ આયોજન
ખીચા, જીવનપુરા, સરખેજ
VOIS અને Vodafone Idea Foundation ની મુખ્ય CSR પહેલ ‘e-Vidya For Brighter Futures’ના ભાગરૂપે, Moinee Foundation ના સહયોગથી ખીચા, જીવનપુરા અને સરખેજ Community Learning Center ખાતે મહિલાઓ માટે વિશેષ માર્ગદર્શન સત્ર યોજાયું.
સત્ર દરમિયાન મહિલાઓને આત્મવિશ્વાસ વિકસાવવો, યોગ્ય નિર્ણયો લેવા, વિચારોને અસરકારક રીતે રજૂ કરવી અને સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાની રીતો શીખવાડવામાં આવી. બહેનો દ્વારા તેમના અનુભવો પણ વહેંચવામાં આવ્યા અને તેઓએ સક્રિય ભાગ લીધો.
આ કાર્યક્રમ મહિલાઓના સશક્તિકરણની દિશામાં એક મજબૂત પગલાં છે.
‘e-Vidya For Brighter Futures’ VOIS ની મુખ્ય CSR પહેલ છે, જેને Vodafone Idea Foundation દ્વારા ડિઝાઇન અને Moinee Foundation દ્વારા અમલમાં મૂકવામાં આવી છે.