નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ રાખડી બનાવી શાળામાં વેચાણ સ્ટોલનું આયોજન કર્યું…

નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ રાખડી બનાવી
શાળામાં વેચાણ સ્ટોલનું આયોજન કર્યું…..
સાણંદ, કાણેટી રોડ પર આવેલી નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોએ રક્ષાબંધનના પવિત્ર તહેવાર પૂર્વે આર્ટ શિક્ષક સુ.શ્રી વૈશાલીબેનના માર્ગદર્શન હેઠળ અવનવી રાખડીઓ બનાવી હતી. જેમાં સૂર્ય, ઓમ, સ્વસ્તિક, જેવા પ્રતિકરૂપ રાખડીઓ બનાવી અને 5 દિવસ શાળામાં વેચાણ સ્ટોલ રાખવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની કલાને ઊજાગર હેતુ વર્કશોપનું આયોજન થયું હતું. શાળાના અભિભાવકો તેમજ શિક્ષકો અને બાળકોએ રાખડી વેચાણ સ્ટોલમાંથી રાખડી ખરીદી હતી. શાળામાં બહેનોએ-ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. સાથે સાથે બહેનોએ પોલિસ સ્ટેશન, બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ પર જઈ સારથીને રક્ષાબાંધી સલામતી માટે પ્રાર્થના કરી હતી. દિકરીઓએ રક્ષા બાંધતા આશીર્વાદ રૂપે જે રોકડ રકમ મળી તેમાંથી 50% રકમ સેવાકીય પ્રવૃત્તિમાં ખર્ચ કરવા સંકલ્પ લીધો હતો. શાળાના પ્રધાનાચાર્ય ડૉ.મનીષ દેત્રોજાએ બાળકોની કૌશલ્ય શક્તિ વિકસે, સેવાભાવ જન્મે અને વ્યાવસાયિક સમજ મેળવે તેમ જણાવ્યું હતું. શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલાએ સર્વે બાળકોને રક્ષાબંધન પર્વની શુભકામનાઓ પાઠવી હતી.