Uncategorized
શિક્ષણસેવાના મહાકાવ્યમાં એક સુવર્ણ પાનાં: ડૉ. ચૌહાણ દ્વારા શેઠ સી.કે. હાઈસ્કૂલને રૂ. 50,000 ના પુસ્તકોની ભેટ

પુસ્તકોના પાનામાં સપનાનું આકાશ
સાચી સેવા એ છે જે પેઢી પેઢી સુધી ભવિષ્ય ઉજાળે.
સાણંદ શહેરના શિક્ષણ ક્ષેત્ર માટે આજે ગૌરવની ક્ષણ છે.સાણંદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ચૌહાણ સાહેબે શિક્ષણ પ્રેમ અને સમાજ સેવાના અદભુત ઉદાહરણ રૂપે શેઠ સી કે હાઈસ્કૂલ ને રૂપિયા 50,000 ના મૂલ્યના પુસ્તકો ભેટ રૂપે સાણંદ શિક્ષણ સમિતિના યુવાન અને ઉત્સાહી ચેરમેન શ્રી જીગ્નેશભાઈ વાઘેલા અને આચાર્યશ્રી મુકુંદભાઈ પટેલને અર્પણ કર્યા. ડોક્ટર ચૌહાણ સાહેબની આ ભેટ માત્ર પુસ્તકોની કિંમત નથી પરંતુ તેમાં જ્ઞાન સંસ્કાર અને પ્રેરણાનો ખજાનો છુપાયેલો છે.
વિદ્યાર્થીઓ જીવનમાં વાંચનનું મહત્વ સમજે, પુસ્તકો જ જીવન વિકાસના સાચા સાથી છે એવો ઉમદા સંદેશ પણ ડોક્ટર ચૌહાણ સાહેબે પાઠવ્યો.