નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં બાલ સંસદની ચૂંટણી યોજાઈ.

નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં બાલ સંસદની ચૂંટણી યોજાઈ.
સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં બાલ સંસદની ચૂંટણી યોજવામાં આવી, જેમાં શાળાના બાળકોએ શાળાની વ્યવસ્થા આધારે અલગ-અલગ પદ માટે 1,જુલાઈ ના રોજ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમ કે બાલ પ્રમુખ, બાલિકા પ્રમુખ, શૈક્ષણિક મંત્રી, શિસ્ત મંત્રી, સ્વચ્છતા મંત્રી, ગ્રંથાલય મંત્રી, રમત-ગમત મંત્રી વગેરે બાળકોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ 6 દિવસ પોતાના પદ માટે પ્રસાર અને પ્રચાર કર્યો હતો. તા-08/07/25 ને મંગળવારે ચુંટણી યોજાઈ હતી. શાળાના બાળકોએ વિવિધ મંત્રી પદના ઉમેદવારોને મત આપ્યો હતો. શાળાના પ્રધાનાચાર્ય ડૉ.મનીષ દેત્રોજાએ જણાવ્યું હતું કે ચુંટણીના પરિણામ બાદ વિજેતા બનેલ તમામ મંત્રીઓ શપથ લઈ જવાબદારી સ્વીકારશે, અને પોતાના પદ માટેનું મંત્રી મંડળની રચના કરશે. ત્યારબાદ વર્ષભર શાળાનું સંચાલન મંત્રીમંડળ દ્વારા થશે. આ પ્રવૃત્તિથી બાળકોમાં નેતૃત્વ શક્તિ, સંચાલન શક્તિ વિકસે છે. બાળકો લોકતાંત્રિક દેશમાં ચૂંટણી પ્રક્રિયાથી માહિતીગાર થાય તેમજ મતનું મહત્વ સમજે છે. અને તે ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી બને છે. શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલાએ પણ મતદાન કરી શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અંકુશભાઇ જૈને, વિરલબા વાઘેલા તેમજ કીર્તિબેન જાડેજા કર્યું હતું.