નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કુલમાં ગુરૂ મહિમા મહોત્સવ ઉજવાયો.

નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કુલમાં ગુરૂ મહિમા મહોત્સવ ઉજવાયો.
જેમને જ્ઞાનરૂપી અન્જન શલાકાથી અજ્ઞાનરૂપી,
અંધકારથી બંધ આંખોને ખોલી છે, એવા ગુરૂને વંદન…..
સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવ્યો. આ પાવન પ્રસંગે શાળાના બાળકોએ ગુરૂ-શિષ્ય પરંપરામાં ગુરૂદ્રોણ-અર્જુન, સ્વામી વિવેકાનંદ-પરમહંસ, શિવાજી આરૂણી વગેરેની ગુરૂ-શિષ્ય પ્રણાલીની રજૂઆત કરી હતી. સાથે ગુરૂપૂર્ણિમા એ વ્યાસજીનો જન્મદિવસ છે. શાળાના શિક્ષકો દ્વારા પણ ગુરૂપૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું. શ્રી રીમકાર ઉપાસક સંત મુનીદાસ મહારાજનો પણ જીવન પરિચય કરાવ્યો હતો. વેશભૂષા દ્વારા પણ ગુરૂમહિમાનો ગાન (નાટ્ય) દ્વારા પ્રસ્તુત કરાયો હતો. બાળકોએ સંસ્થાના શિક્ષકો (ગુરૂ) ને તિલક કરી આશીર્વાદ લીધા હતા. શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલાએ તેમજ પ્રધાનાચાર્ય ડૉ.મનીષ દેત્રોજાએ સર્વેને ગુરૂપૂર્ણિમાની શુભકામનાઓ પાઠવી શ્રેષ્ઠ કારકિર્દી મેળવી ચરિત્રવાન, નિષ્ઠાવાન બની સમાજ અને દેશ ઉપયોગી બનો તેવો સંદેશ આપ્યો હતો.