જયાપાર્વતી વ્રત નિમિતે સાણંદમાં દીકરીઓ માટે વિશેષ સેવાકાર્ય
સાણંદ શહેરમાં આજથી શરૂ થયેલા પાવન જયાપાર્વતી વ્રત નિમિત્તે સ્થાનિક સદભાવના કેન્દ્ર દ્વારા અનોખું સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું.

જયાપાર્વતી વ્રત નિમિતે સાણંદમાં દીકરીઓ માટે વિશેષ સેવાકાર્ય
સાણંદ શહેરમાં આજથી શરૂ થયેલા પાવન જયાપાર્વતી વ્રત નિમિત્તે સ્થાનિક સદભાવના કેન્દ્ર દ્વારા અનોખું સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું.
આ સેવા કાર્ય અંતર્ગત શેઠ C.K. હાઈસ્કૂલ અને સાણંદ કન્યાશાળા ની તમામ દીકરીઓ માટે વિવિધ પોષણયુક્ત ખાદ્યસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું.
દરેક દીકરીને ૨૦૦ ગ્રામ હેન્ડમેડ બટાકાની વેફર આપવામાં આવી
સાથે સાથે તાજા ફળ અને કેળાનું વિતરણ પણ કરાયું
કુલ મળીને ૩૦ કિલો વેફરનું વિતરણ આજના દિવસે કરાયું
આવતીકાલે તમામ દીકરીઓને ૬૦ કિલો ડ્રાયફ્રૂટ વિતરણ થવાનું છે
અને પરમદિવસે ફરીથી વેફર અને કેળાંનું વિતરણ થશે
આ સેવાકાર્ય દરમિયાન દીકરીઓના ચહેરા પર પ્રસન્નતા અને ખુશી ઝલકતી જોવા મળતા સમગ્ર વાતાવરણમાં આનંદની લાગણી પ્રસરી ગઈ.
સદભાવના કેન્દ્ર છેલ્લા દસ વર્ષથી સેવા, સંસ્કાર અને સકારાત્મક કાર્યોમાં યોગદાન આપે છે.
સદભાવના કેન્દ્રની સમગ્ર ટીમ ભગવાન ભોળાનાથ, દ્વારકાધીશ અને માં અંબેના ચરણોમાં પ્રાર્થના કરે છે કે અમારા સાણંદ શહેરને વધુ સુખી અને સમૃદ્ધ બનાવે.
સમગ્ર શહેરવાસીઓને અપીલ કરીએ છીએ કે આવા પવિત્ર સેવાકાર્યોમાં સહયોગી બનીને આ પુણ્ય કાર્યનો ભાગ બનો.
રિપોર્ટર.ચિરાગ પટેલ
DG News સાણંદ