શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસનો સ્થાપના દિવસ ઉજવાયો.

શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસનો સ્થાપના દિવસ ઉજવાયો.
દેશને બદલવો હોય તો શિક્ષણને બદલવું પડશે.
સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલ પંચકોષના આધાર પર બાળકોમાં ચરિત્ર નિર્માણ અને વ્યક્તિત્વનો સમગ્ર વિકાસ કરતી એક અનોખી શાળા છે. અને શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના પ્રતિમાન કેન્દ્ર તરીકે શાળા પ્રવૃત્તિ આધારિત શિક્ષણ કાર્ય કરે છે. શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ એ અખિલ ભારતીય સંસ્થા છે. જે શિક્ષણમાં પરિવર્તન હેતુ ભારતભરમાં કાર્યરત છે. તેનું ધ્યેય વાક્ય છે કે દેશને બદલવો હશે તો શિક્ષણને બદલવું પડશે. 2 જુલાઈ 2004, ના રોજ ન્યાસની શરૂઆત શિક્ષા બચાવો આંદોલનથી થઈ હતી. આ યાત્રા શિક્ષણમાં વિકૃતિ, પાઠ્યક્રમમાં ભૂલો, વિસંગતતા વિરુદ્ધ આંદોલન નિરંતર ચાલ્યું અને તેને રોકવામાં સફળ રહ્યાં. જેના પ્રયાસથી આજે શિક્ષણમાં પરિવર્તન આવી રહ્યું છે. જે ઉદ્દેશ્ય, વિચારધારા સાથે નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ન્યાસના સ્થાપના દિવસે સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં વિદ્યાલય ટોળીના સંયોજક શ્રી અંકુશભાઈ જૈને વિવિધ પ્રયોગો થકી બાળકોનો સમગ્ર વ્યક્તિત્વ વિકાસ અને આત્મનિર્ભર બને તે અંગે માર્ગદર્શન આપી નવાચાર પ્રયોગો નો અમલ કરવા જણાવ્યું હતું. શાળાના પ્રધાનાચાર્ય ડૉ. મનીષ દેત્રોજાએ જણાવ્યું હતું કે ન્યાસના માધ્યમ થકી પ્રયોગોના સફળ પરિણામો પ્રાપ્ત થયા છે. જેવા કે શાળાના બાળકો સુપરવિઝન વિના પરીક્ષા આપે છે. જન્મદિવસે બાળકો જરૂરીયાત મંદો માટે ભેટ આપે છે. પર્યાવરણના રક્ષણ અર્થે નગરમાં વૃક્ષારોપણ કરે છે. બાલસંસદ થકી શાળાનું સંચાલન કરી નેતૃત્વ શક્તિ પ્રગટ કરે છે. વગેરે પ્રયોગો દ્વારા બાળકનો સમગ્ર વિકાસ, આત્મનિર્ભર અને રાષ્ટ્રઉપયોગી બને છે. શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલાએ સર્વે બાળકોને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી.
ચિરાગ પટેલ સાણંદ