નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યારંભ સંસ્કાર યજ્ઞ યોજાયો.

નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યારંભ સંસ્કાર યજ્ઞ યોજાયો.
સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા નવા સત્રના પ્રારંભે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પાંચ યજ્ઞકુંડ દ્વારા વિદ્યારંભ સંસ્કાર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યારંભ સંસ્કાર યજ્ઞ ગાયત્રી પરિવારના શ્રી વિકાસભાઈ અને તેમના ભક્તમંડળ દ્વારા વેદમંત્રો સહીત યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. યજ્ઞ એ ભારતીય સંસ્કૃતિના પિતા છે. 16 સંસ્કારોમાં એક સંસ્કાર વિદ્યારંભ સંસ્કાર છે. યજ્ઞ દ્વારા જ મનુષ્ય સંસ્કારી બનીને શુદ્રતા તથા પશુતામાંથી બ્રાહ્મણત્વ અને દેવત્વને પ્રાપ્ત કરે છે. યજ્ઞમાં સમગ્ર શાળા પરિવાર જોડાયો હતો. બાળકો, શિક્ષકો અને અભિભાવકો એ યજ્ઞના મુખમાં આહુતિ આપી યજ્ઞનો લાભ લઇ આશીર્વાદ લીધા હતા. યજ્ઞના અંતે આરતી કરી શ્રીફળ હોમ કાર્યક્રમ પછી શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા તેમજ પ્રધાનાચાર્ય ડૉ.મનીષ દેત્રોજાએ બાળકોને ઉજ્જવળ કારકિર્દી માટેની શુભકામનાઓ પાઠવી હતી. તથા ગાયત્રી પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર. ચિરાગ પટેલ