સાણંદ-૧ વિસ્તારમાં વીજ વિંચન, જવાબદાર તંત્ર નિષ્ક્રિય
સાણંદ-૧ વિસ્તારમાં વીજ વિંચન, જવાબદાર તંત્ર નિષ્ક્રિય


સાણંદ-૧ વિસ્તારમાં વીજ વિંચન, જવાબદાર તંત્ર નિષ્ક્રિય: નાગરિકો રોષે ભરાયાતારીખ: ૨૨ મે, ૨૦૨૫ | સ્થળ: સાણંદ, અમદાવાદ સાણંદ-૧ વિસ્તારના સોમનાથ ફીડર હેઠળ આવતાં વિસ્તારોમાં વારંવાર વીજ વિંચનનો મુદ્દો ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. નાગરિકો દરરોજ સવારે, બપોરે તથા સાંજે બે થી ત્રણ વખત લાઈટ જતા થાકી ગયા છે, છતાં પણ વિદ્યુત તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ આપવામાં આવતો નથી. આ મામલે સ્થાનિક નાગરિક તથા સામાજિક કાર્યકર દરજી હાર્દીપ રાજેન્દ્રભાઈએ આજે તારીખ ૨૨-૦૫-૨૦૨૫ના રોજ સવારે આશરે ૧૦:૪૫ કલાકે સાણંદ UGVCL સબ-સ્ટેશન ખાતે વ્યક્તિગત મુલાકાત કરી, તમામ સ્થિતિનું વિડિયો દસ્તાવેજીકરણ કર્યું. આ દ્રશ્યો તેમને સોશિયલ મીડિયા તથા અમુક જવાબદાર મીડીયા સમૂહોને પણ મોકલ્યા છે, જેથી તંત્રની હકીકત જાહેર થઇ શકે. દરજી હાર્દીપભાઈએ જણાવ્યું કે, “લાઈટ વારંવાર જતી હોવા છતાં તંત્ર દ્વારા ગંભીરતાથી પ્રશ્નનો ઉકેલ લાવવામાં નથી આવતો. લોકોને ‘ટેકનિકલ કારણો’ અને ‘મેઇન્ટેનન્સ’ના નામે અનિયમિત વીજ પુરવઠાથી તકલીફ થતી રહે છે. હેલ્પલાઇન નંબર વારંવાર બંદ રહે છે અને કોઈ જવાબ આપતો નથી. હદ તો ત્યારે આવી જાય છે જ્યારે UGVCLના કર્મચારીઓ ગ્રાહકો સાથે ઉગ્ર ભાષામાં વ્યવહાર કરે છે.” તેમણે ઉમેર્યું કે, “હું આ બાબતની ફરિયાદ અગાઉ ઈમેઇલ દ્વારા 05/05/2025થી લઇ અત્યાર સુધી નોંધાવી ચૂક્યો છું. છતાં આજદિન સુધી કોઈ સંતુષ્ટિકર જવાબ આપવામાં આવ્યો નથી. હવે આ મુદ્દો હું ગ્રાહક અધિકાર મંચ, વીજ વિતરણ નિયામક મંડળ તથા જરૂર પડશે તો ગુજરાત હાઈકોર્ટ સુધી લઇ જઈશ.” સ્થાનિક રહેવાસીઓનું પણ કહેવું છે કે રોજિંદી વીજ વિંચનને લીધે બાળકોના અભ્યાસ, ઘરેલુ કામકાજ તથા નાના ઉદ્યોગધંધા અસરગ્રસ્ત થયા છે. વર્ષો પછી પણ વીજ તંત્ર વિકાસશીલ ગુજરાતના મૂળભૂત વીજ પુરવઠા જેવી બાબતમાં નિષ્ફળ રહી રહ્યું છે. નાગરિકોની માંગ: વીજ પુરવઠાની અવરોધ વિના કામગીરી માટે કાયમી અને પારદર્શક યોજના જાહેર થાય હેલ્પલાઇન સિસ્ટમ સુધારાય અને જવાબદાર કર્મચારીઓ પર કાર્યવાહી થાય ગ્રાહકો સાથે સન્માનજનક વર્તન કરવા માટે કર્મચારીઓના વર્તન અંગે શિસ્ત દાખવવામાં આવે દરેક ફરીયાદનો લેખિત અને સંતુષ્ટિકર જવાબ સમયમર્યાદામાં આપવામાં આવે સંપર્ક માટે: