નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલના 250 વિદ્યાર્થીઓને એવોર્ડ થી સન્માનિત કરાયા.

નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલના 250 વિદ્યાર્થીઓને એવોર્ડ થી સન્માનિત કરાયા.
સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો. જેમાં સુ. શ્રી ધર્મિષ્ઠા બેન ગજ્જર અઘ્યક્ષ, બાળ સંરક્ષણ અધિકાર આયોગ, ગુજરાત, માન. ડો. રાજેન્દ્રભાઇ રાવલ પ્રોફેસર નવગુજરાત કેમ્પસ, અમદાવાદ. માન. જગદીશભાઈ બ્રહ્મભટ્ટ, ઉપપ્રમુખ ગુજરાત પેંશનર સમાજ, માન. શ્રી ઉમેશભાઈ શ્રી વાસ્તવ, નિવૃત આચાર્ય, સંસ્કાર વિદ્યાલય, સાણંદ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિક એવોર્ડની વિવિધ કેટેગરી તરીકે સ્ટુડન્ટ ઓફ ધ યર, ગલિટીરિંગ સ્ટાર ઓફ NIS, તેજસ્વી/તેજસ્વીની, મોસ્ટ રેગ્યુલર સ્ટુડન્ટ ઓફ ધ યર, મોસ્ટ પ્રોગ્રેસીવ સ્ટુડન્ટ ઓફ ધ યર આ તમામ વિજેતા બાળકોને મંચસ્થ મહાનુભાવો દ્વારા એવોર્ડ આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ ધર્મિષ્ઠાબેને બીજ વક્તવ્યમાં બાળકોના અધિકાર, કલ્યાણ અને સુરક્ષા વિશે માર્ગદર્શન આપી વિજેતા બાળકોની પ્રશંશા કરી પ્રગતિ માટેની શુભકામનાઓ પાઠવી હતી. માન. જગદીશભાઈ અને ઉમેશભાઈ શ્રી વાસ્તવ સરે બાળકોને માર્ગદર્શન આપી શાળાના એવોર્ડ વિતરણ સમારોહમાં 250 બાળકોને પ્રોત્સાહન આપી આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધે તેવા સતત પ્રયત્નો શાળા દ્વારા થઇ રહ્યાં છે જે ખૂબ જ સરાહનીય કાર્ય છે તે બદલ શાળા સંચાલક મંડળને અભિનંદન પાઠવી શુભેચ્છા આપી હતી. સાથે સાથે વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા આયોજિત GKIQ ટેસ્ટ માં વિજેતા અને સાયન્સ ઓલમ્પીયાડમાં વિજેતા એમ કુલ 15 બાળકોને મંચસ્થ મહાનુભાવો દ્વારા ગોલ્ડ મેડલથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. શાળાના પ્રમુખ સાગરસિંહ વાઘેલા તથા પ્રધાનાચાર્ય ડૉ. મનીષ દેત્રોજાએ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા, અને અભિભાવાકોનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન સુ. શ્રી રાજશ્રીબા ચૌહાણે કર્યું હતું.
ચિરાગ પટેલ સાણંદ