સાણંદ સર્વજ્ઞાતિય દેશપ્રેમી મંડળ દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી
સાણંદ સર્વજ્ઞાતિય દેશપ્રેમી મંડળ દ્વારા સાણંદ પ્રાંત ઓફિસ ખાતે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. મહારાણા રાણા સાંગા પર સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન દ્વારા કરવામાં આવેલ વિવાદિત ટિપ્પણીને લઈ સાણંદ સર્વજ્ઞાતિય દેશપ્રેમી મંડળ વિરોધ નોંધાવી સાણંદ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે. અને તાત્કાલિક ધોરણે રામજીલાલ સુમનનુ સંસદ સભ્યપદ રદ થાય તેવી માંગ કરી છે.

સમગ્ર ભારતવર્ષ ના દરેક નાગરિક માટે પ્રાતઃ સ્મરણીય મહાવીર મહારાણા રાણા સાંગા વિશે મહાન ભારત ની લોકશાહી નાં સર્વોચ્ચ મંદિર એટલે કે દેશ ની સંસદ માં ભારત ના કરોડો નાગરીકો દ્વારા ચૂંટવા માં આવેલા સાંસદો ની સામે સમાજ વાદી પાર્ટી નાં નિર્લજ્જ અને અહેશાન ફરામોશ સાંસદ રામજી સુમન દ્વારા જે અભદ્ર ટીપ્પણી કરવામાં આવી એ સમગ્ર ભારત દેશ માટે તથા મા ભોમ માટે જેણે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે એવા તમામ શુુરવીર યોધ્ધાઓ માટે આવી હલકી વાત કરવી તે પ્રજા માટે, દેશ માટે અત્યંત દુ:ખદ, નિંદનીય અને દુર્ભાગ્યપૂર્ણ બાબત છે જેનો અમો સાણંદ ના તમામ જ્ઞાતિ ના નાગરિકો તથા અલગ અલગ સંગઠનો ના સભ્યો સખત વિરોધ કરીએ છીએ
દેશ નાં સર્વોચ્ચ સત્તાધિશો ની સામે જ્યારે આ તમાશો થયો હોય અને એ પણ દેશ ના સર્વોચ્ચ મંદિર માં ત્યારે આ બાબતે કોઈ જ પ્રકાર નું રાજકારણ કર્યા વગર આ નિર્લજ્જ સાંસદ સુમન ને આકરા માં આકરી સજા થાય અને તાત્કાલિક ધોરણે એમનું સંસદ સભ્યપદ રદ થાય એવી અમારી અને સમગ્ર દેશ ની પ્રજા ની માગણી, આશા અને અપેક્ષા છે. તથા દેશ ની સંસદ સભા, રાજ્યસભા અને રાજ્યો ની વિધાનસભાઓમાં કોઇપણ સૂરવીર કે સ્વાતંત્ર્ય સેનાની વિશે ભવિષ્ય માં આ પ્રકારની ટિપ્પણી ન થાય તથા ટિપ્પણી કરનાર ને તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી દૂર કરવામાં આવે એવો ઠરાવ પસાર કરવાની વિનંતીભરી માંગ કરીએ છીએ.
આથી આપ સાહેબ શ્રી ને અમો આ દેશ ના નાગરિક તરીકે આ આવેદન સુપ્રત કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આ આવેદન પત્ર યોગ્ય સતાધીશ/ મંત્રી શ્રી સુધી પહોંચે એ માટે ઘટતું કરવા વિનંતિ છે.
રિપોર્ટર. ચિરાગ પટેલ સાણંદ