રાહદારીઓના રોડ અકસ્માતને બનતા અટકાવવા બાબતે ચાંગોદર પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો

રાહદારીઓના રોડ અકસ્માતને બનતા અટકાવવા બાબતે ચાંગોદર પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો
ચાંગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એપી ચૌધરી સાહેબ દ્વારા
ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 47 ઉપર રાહદારી અને વાહન ચાલકો વચ્ચે થઈ રહેલા અકસ્માતો ને બનતા અટકાવવાના એક નવતર પ્રયોગ હાથ કરવામાં આવ્યો
જેમાં ચાંગોદર પોલીસ સ્ટેશનના ટ્રાફિક ઇન્ચાર્જ જયદીપસિંહ બારડ ને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી છેલ્લા ત્રણ વર્ષમાં રાહદારી અને વાહન ચાલકો વચ્ચે થઈ રહેલા અકસ્માતો બાબતેનું વર્ગીકરણ કરી જે જગ્યા ઉપર વધારે અકસ્માતના બનાવો બનતા હતા તેની આજુબાજુના વિસ્તારમાં જઈ ડોર ટુ ડોર ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ શરૂ કર્યો
જેમાં ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સરસ્વતી નગર ખાતે ટ્રાફિક જાગૃતા બાબતે નો કાર્યક્રમ કરી ટ્રાફિકના વિવિધ નિયમો બાબતેની જાણકારી આપવામાં આવી અને
રોડ ક્રોસ કરતી વખતે રાખવી પડતી સાવધાની બાબતે સમજણ આપી પેમ્પ્લેટ વિતરણ કર્યા.
રિપોર્ટર. ચિરાગ પટેલ
ધોરાજી ગર્જના ન્યુઝ સાણંદ