રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ખીચા કોમ્યુનિટી લર્નિંગ સેન્ટરમાં જાગૃતતા સત્રનું આયોજન

રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ખીચા કોમ્યુનિટી લર્નિંગ સેન્ટરમાં જાગૃતતા સત્રનું આયોજન
16 માર્ચ, રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે વોડાફોન આઈડિયા ફાઉન્ડેશન દ્વારા ડિઝાઇન કરાયેલ મોઈની ફાઉન્ડેશન દ્વારા અમલમાં મુકાયેલ VOIS ના ઈ-વિદ્યા પ્રોગ્રામ CSR પહેલ હેઠળ ખીચા કોમ્યુનિટી લર્નિંગ સેન્ટર ખાતે જાગૃતતા સત્રનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તબીબી નિષ્ણાતોએ રસીકરણના મહત્વ અંગે ગ્રામજનોને વિગતવાર માહિતી પ્રદાન કરી.
સત્ર દરમિયાન નિષ્ણાતોએ રસીકરણ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવાની અસરકારકતા અને લાંબા ગાળાના આરોગ્યલક્ષી લાભો અંગે સમજાવ્યું. ખાસ કરીને શિશુઓ અને માતાઓ માટે રસીકરણની મહત્વતા પર ભાર મૂકવામાં આવ્યો.
વિશેષજ્ઞોએ રસીકરણ કેવી રીતે ગંભીર રોગો સામે રક્ષણ આપે છે અને આરોગ્ય સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવે છે, તે અંગે માર્ગદર્શન આપ્યું, તેમજ સમયસર રસી લેવાની જરૂરિયાત અંગે જનજાગૃતિ ફેલાવી.
આ કાર્યક્રમમાં ગ્રામજનો, આરોગ્ય કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનોની ઉત્સાહભરી હાજરી જોવા મળી, જે રસીકરણ પ્રત્યે જાગૃતતા અને સ્વાસ્થ્ય સંવેદનશીલતા વધારવાના ઉદ્દેશ્યને વધુ મજબૂત બનાવે છે.