અમદાવાદ નાં ચાંગોદર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો દર્શાવતા પેમ્પલેટોનું વિતરણ કરવામાં આવ્યું
અમદાવાદ નાં ચાંગોદર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો દર્શાવતા પેમ્પલેટોનું વિતરણ કરવામાં આવ્યું

અમદાવાદ નાં ચાંગોદર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો દર્શાવતા પેમ્પલેટોનું વિતરણ કરવામાં આવ્યું
પોલીસ અધિક્ષક શ્રી અમદાવાદ ગ્રામ્યનાઓ દ્વારા શરૂ કરવામાં આવેલી લેન ડિસિપ્લિન અંગેની ટ્રાફિક ડ્રાઈવ બાબતે
વિવિધ જગ્યાઓ ઉપર ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમો કરવામાં આવ્યા
જેમાં ખાસ કરીને ચાંગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.પી ચૌધરી સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ ચાંગોદર પોલીસ સ્ટેશનના ટ્રાફિક ઇન્ચાર્જ જયદીપસિંહ બારડ દ્વારા વિવિધ કંપનીઓમાં જઈ તથા વધારે ભારે વાહનોનો ઉપયોગ કરતા એકમોમાં જઈ માર્ગ અકસ્માત થી થતા મૃત્યુ ની જાણકારી તથા લેન ડિસિપ્લિન બાબતે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ ટ્રાફિકના નિયમો દર્શાવતા પેમ્પલેટોનું વિતરણ કરવામાં આવ્યું અને પોલીસ અને પ્રજા એ સાથે મળીને “લેનમાં રહો સુરક્ષિત રહો” ના નારાને સાર્થક કરવા માટે સહિયારો પ્રયત્ન કરવામાં આવ્યો
તેમજ ચાંગોદર પોલીસ સ્ટેશન અમદાવાદ ગ્રામ્ય દ્વારા જાહેર જનતા તથા ટ્રાન્સપોર્ટ એસોસિએશનને વિનંતી કરવામાં આવે છે કે આપની હેવી ગાડીઓને નક્કી કરેલી લાઈનમાં જ ચલાવવા માટે આપના ડ્રાઇવરોને જરૂરી સૂચનો આપવા માં આવી
અહેવાલ. કમલેશ ડાભી