રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબામાં ભગવાન શ્રીરામકૃષ્ણની એકસો નેવુંમી જયંતી ઉત્સાહભેેર ઉજવાઈ હતી.
રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબામાં ભગવાન શ્રીરામકૃષ્ણની એકસો નેવુંમી જયંતી ઉત્સાહભેેર ઉજવાઈ હતી.

રામકૃષ્ણ મઠ, અમદાવાદ દ્વારા લેખંબામાં ભગવાન શ્રીરામકૃષ્ણની એકસો નેવુંમી જયંતી ઉત્સાહભેેર ઉજવાઈ હતી. આ પ્રસંગે ગામમાં યોજાયેલી શોભાયાત્રામાં જોડાઈને પાલખીમાં બેસાડેલી શ્રીરામકૃષ્ણદેવની તસવીરને પ્રત્યેક ઘરમાંથી બહાર આવીને આબાલવૃધ્ધ ગ્રામજનોએ ફૂલો અર્પણ કરીને ભાવાંજલિ આપી હતી. લેખંબા ગામથી નીકળેલી શોભાયાત્રા નવનિર્મિત મઠ સુધી પહોંચી હતી જ્યાં વિધિપૂર્વક પૂજા, ભજનો, હવન,પ્રવચન ભોગ,ભોજનપ્રસાદ અને પુષ્પાંજલિમાં લોકોએ ઉમંગભેર ભાગ લીધો હતો.લેખંબા,ફાગણી અને ખીચા ત્રણેય ગામો તેમજ અન્ય ભક્તો મળીને સતરસો જેટલી મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને સર્વધર્મસમન્વય, સંવાદિતા અને ઈશ્વરીય ભાવના ઉદગાતા શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યે દિવ્ય ભાવ પ્રગટ કર્યો હતો. આ કાર્યક્રમ સફળ બનવા માટે લેખંબા સરપંચશ્રી, સમસ્ત લેખંબા વાશી, સાણંદ તાલુકા પ્રાર્થમીક શિક્ષક સંઘ, ભારત માતા મંદિર નું સહકાર્ય મળી રહયો છે એમ રામકૃષ્ણ મઠ, લેખંબાના સ્વામી પ્રભુસેવાનંદજીએ જણાવ્યું હતું.
રિપોર્ટર. ચિરાગ પટેલ