ખેલે સાણંદ સ્પોર્ટસ લીગ સીઝન -2 ની ફાયનલ અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો
વિશ્વ મહિલા દિનના દિવસે વિજયી ભારત ફાઉન્ડેશન દ્વારા ખોખો વર્લ્ડ કપ ગોલ્ડ મેડલીસ્ટ ઓપીના ભીલાર સહિત મહિલા ખેલાડીઓ અને મહિલા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા

ખેલે સાણંદ સ્પોર્ટસ લીગ સીઝન -2 ની ફાયનલ અને ઈનામ વિતરણ સમારોહ યોજાયો
ડિસીપ્લીન સાથે કરેલ સખત મહેનતથી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકો – ઓપીના ભીલાર (ખોખો વર્લ્ડ કપ ગોલ્ડ મેડલીસ્ટ ખેલાડી)
વિશ્વ મહિલા દિનના દિવસે વિજયી ભારત ફાઉન્ડેશન દ્વારા ખોખો વર્લ્ડ કપ ગોલ્ડ મેડલીસ્ટ ઓપીના ભીલાર સહિત મહિલા ખેલાડીઓ અને મહિલા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા
વિજયી ભારત ફાઉન્ડેશન આયોજીત ખેલે સાણંદ સ્પોર્ટસ લીગ સીઝન ૨ ની ફાયનલ મેચ અને ઈનામ વિતરણ કાર્યક્રમ 8મી માર્ચ 2025ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનના દિવસે યોજવામાં આવેલ. આ પ્રસંગે ખોખોના આંતરરાષ્ટ્રીય ખેલાડી અને ખોખો વર્લ્ડકપના ગોલ્ડ મેડાલીસ્ટ ખેલાડી ઓપીના ભીલાર, ખોખોની નેશનલ મેડાલીસ્ટ ખેલાડી નિકિતા સોલંકી, ત્રણ વખત પેરા ઓલમ્પિકમાં ભાગ લઈ ચુકેલ પેરા ઓલમ્પિયન મીસ મનેલા, તાલુકા વિકાસ અધિકારીશ્રી નીરજ બારોટ, વિજયી ભારત ફાઉન્ડેશનના ડાયરેક્ટર દિલીપભાઈ ઠાકર, પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતજી ઠાકોર, ખેલે સાણંદના સંયોજક ઘનશ્યામભાઈ પટેલ, માણેક કોટવાલ અને તેલાવ પ્રાથમિક શાળાના આચાર્ય વિજયભાઈ પટેલ સહીત વિજયી ભારત ફાઉન્ડેશનના કર્મચારી મિત્રો, સાણંદ તાલુકાની વિવિધ શાળાઓના શિક્ષકો, ગામના અગ્રણીઓ, રમતવીરો અને કોચ તથા મેનેજર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ખોખો વર્લ્ડકપના ગોલ્ડ મેડાલીસ્ટ ખેલાડી ઓપીના ભીલારએ ખેલાડીઓને પોતાના સંઘર્ષની માહિતી આપી ડિસીપ્લીનમાં રહી, ગુરૂજનોની વાત માની તેઓના સાનિધ્યમાં સખત મહેનત કરી કોઈ પણ લક્ષ્ય હાંસલ કરી શકાય તેમ જણાવી ખેલાડીને આગળ વધવા માટેનો માર્ગ બતાવ્યો હતો અને સચોટ વક્તવ્યથી ખેલાડીઓને પ્રોત્સાહીત કર્યા હતા. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગ રૂપે વિજયી ભારત ફાઉન્ડેશનના ડાયરેક્ટર દિલીપભાઈ ઠાકર દ્વારા ખોખો વર્લ્ડકપમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ખેલાડી ઓપીના ભીલાર અને ત્રણ પેરા ઓલમ્પિકમાં ભાગ લેનાર જર્મનીના મીસ મનેલાને સન્માનિત કરવામાં આવ્યા હતા. તદઉપરાંત વિજયી ભારત ફાઉન્ડેશનના મહિલા કર્મચારી, ખેલે સાણંદમાં કામગીરીના કરતા સમીતીના મહિલા સભ્યો અને રેફ્રી તથા મહિલા ખેલાડીઓને સન્માનિત કરવમાં આવ્યા હતા.
ખેલે સાણંદ સ્પોર્ટસ લીગ સીઝન – ૨ ની ફાયનલ મેચોમાં ઓપન કબડ્ડી ભાઈઓની ફાયનલમાં માણકોલ એ ગોકુલપુરાને ૬૩ – ૩૩ થી હરાવ્યુ હતુ, જ્યારે અંડર – ૧૪ ખો-ખો બહેનોમાં તેલાવની ટીમે ઝાંપને ૦૯ – ૦૨ થી હરાવ્યું હતું. તેમજ અંડર – 14 કબડ્ડી ભાઈઓમાં રસાકસીભરી ફાયનલમાં અણદેજ ૮૬ – ૭૯ થી વિજેતા બન્યુ હતુ. વિજેતા ખેલાડીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેડલ, ટ્રોફી અને કેશપ્રાઈઝથી સન્માનિત કરવામાં આવેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં ખેલે સાણંદ ટીમના ઉમેશ સુતરીયા, જીગર ચૌધરી, સંજય પટેલ, સંજય ઠાકોર, ગોપલભાઈ ભરવાડ, અજીત સોલંકી, સોનલ રાઠોડ, મનીષ ઠાકોર અને કિશન પટેલ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.