Uncategorized
તારીખ 13/3/2025 ના રોજ હોળી ધૂળેટી ના તહેવાર તેમજ હાલમાં ચાલી રહેલ પવિત્ર રમજાન માસ નિમિત્તે નાયબ પોલીસ અધિક્ષક શ્રી નીલમ ગોસ્વામી એ શાંતિ સમિતિની મીટીંગ યોજી

આજરોજ તારીખ 13/3/2025 ના રોજ હોળી ધૂળેટી ના તહેવાર તેમજ હાલમાં ચાલી રહેલ પવિત્ર રમજાન માસ નિમિત્તે નાયબ પોલીસ અધિક્ષક શ્રી નીલમ ગોસ્વામી સાણંદ વિભાગ નાઓ ની અધ્યક્ષતામાં વિરોચનનગર ગામ ખાતે સર્વ સમાજના લોકોનો લોક દરબાર તથા શાંતિ સમિતિની મીટીંગ યોજી આ તહેવારો સુલેહ શાંતિથી ભાઈચારાથી ઉજવાય તે બાબતે સમજ કરી તેમજ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી કાર્યક્રમ અંતર્ગત એનડીપીએસ, સાયબર ક્રાઇમ, ટ્રાફિક અવેરનેસ વગેરે બાબતે કાર્યક્રમ યોજવામાં આવેલ. આ કાર્યક્રમમાં પી.આઈ જે.આર. ઝાલા તથા પોલીસ સ્ટાફ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહેલ. તેમજ વિરચન નગર દોદર, છારોડી, કલાણા વગેરે ગામે વિઝીટ તેમજ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.
ચિરાગ પટેલ સાણંદ