ધોરાજી ખાતે તા. ૨૭.૦૨.૨૦૨૫ નાં રોજ IPPB નાં GAG વીમા નાં ૧૦,૦૦,૦૦૦/- નાં ચેક વિતરણ નો કાર્યક્રમ
ધોરાજી ખાતે તા. ૨૭.૦૨.૨૦૨૫ નાં રોજ IPPB નાં GAG વીમા નાં ૧૦,૦૦,૦૦૦/- નાં ચેક વિતરણ નો કાર્યક્રમ

ધોરાજી ખાતે તા. ૨૭.૦૨.૨૦૨૫ નાં રોજ IPPB નાં GAG વીમા નાં ૧૦,૦૦,૦૦૦/- નાં ચેક વિતરણ નો કાર્યક્રમ યોજાયેલ હતો.
ધોરાજી નાં વતની નું GAG ના વીમા લીધેલ વ્યક્તિ નું અકસ્માત મૃત્યુ થતાં તેમના વારસદાર ને આ ચેક અપાયેલ. પોસ્ટ માસ્તર શ્રી ચેતભાઈ રાયચુરા અને તેમની ઓફિસ ટીમ દ્વારા સુંદર કાર્યક્રમ નુ આયોજન કરાયેલ. આ કાર્યક્રમ માં વીમા નાં વારસદાર, ધોરાજી નાં અગ્રણી ઓ અને જાહેર જનતા ની સાથે નજીક ની ઓફિસ નાં પોસ્ટ માસ્ટર શ્રી જલુભાઈ, બગડા ભાઈ, અશ્વિનભાઈ, મીણા ભાઈ અને અન્ય સ્ટાફ હાજર રહેલ. સાથે ASP નોર્થ સબ ડિવિજન ડાભી સાહેબ, SDI (P) ધોરાજી થારિયાની સાહેબ, IP PG અને i/c ASP HQ લખતરિયા સાહેબ, IPPB મેનેજર મોર્ય સાહેબ પણ હાજર રહી પ્રસંગ ને અનુરૂપ ઉદબોધન આપેલ. રીટાયર્ડ સ્ટાફ બાનુગરિયા ભાઈ અને ધોરાજી ના મીડિયાકર્મી મિત્રો એ પણ આ કાર્યક્રમ નાં પ્રચાર માં ખૂબ મહત્વ નો ભાગ ભજવેલ હતો.
અહેવાલ.રાજુભાઈ બગડા