કમ્યુનિકેશન સ્કિલ સુધારી વ્યક્તિ જીવન સુધારી શકે છે અને ઇચ્છીત સફળતા મેળવી શકાય છે. – ડૉ. પ્રિયંકા, સાયકોલોજીસ્ટ
સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ પાટડી ખાતે "ઇન્ટરપ્રસનલ સ્કિલ - એડજસ્ટમેન્ટ ઇન લાઈફ સ્ટેજીસ" સેમિનાર યોજાઈ ગયો.

કમ્યુનિકેશન સ્કિલ સુધારી વ્યક્તિ જીવન સુધારી શકે છે અને ઇચ્છીત સફળતા મેળવી શકાય છે. – ડૉ. પ્રિયંકા, સાયકોલોજીસ્ટ
સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ પાટડી ખાતે “ઇન્ટરપ્રસનલ સ્કિલ – એડજસ્ટમેન્ટ ઇન લાઈફ સ્ટેજીસ” સેમિનાર યોજાઈ ગયો.
પાટડી ખાતે સુરજમલજી હાઈસ્કૂલ સંકુલમાં આવેલ સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં કેસીજ પ્રેરિત ઉદીશા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ, સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવાની કુશળતા વિકશે તે માટે વિવિધ વિષયો પર વિશિષ્ટ સેમિનાર યોજાતા હોય છે.
આજ રોજ કોલજના પ્રિન્સિપાલશ્રી ડૉ. ફરૂક એમ.ખાન સાહેબના માર્ગદર્શન હેઠળ ઉદીશાના કો-ઓર્ડીનેટર ડૉ. મુકેશ બાવલિયા દ્વારા “ઇન્ટરપ્રસનલ સ્કિલ – એડજસ્ટમેન્ટ ઇન લાઈફ સ્ટેજીસ” સેમિનાર યીજવામા આવ્યો.
વિષય તજજ્ઞ તરીકે ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના પૂર્વ સિનિયર સાયોલોજીસ્ટ અને હાલ વડનગર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યાપિક ડૉ. પ્રિયંકા સોનીએ ખાસ વડનગરથી ઉપસ્થિત રહયા હતા. વિષયનું ઊંડું જ્ઞાન પીરસતા ડૉ. પ્રિયકા વિદ્યાર્થીઓ સાથે વન ટુ વન કમ્યુનિકેશન કરી તેઓના પ્રત્યાયન વિષે માહિતી મેળવી હતી, અને જીવનમાં કમ્યુનિકેશન સ્કિલ વધારવાની જરૂરિયાત વર્ણવી હતી.
‘જીવનમાં સવાદનું મહત્વ’ ટોપિક પર ડૉ. પ્રિયંકાએ રસપ્રદ ગ્રૂપ ડિસ્કશન કરાવી હતી જથી વિદ્યાર્થીઓનું કમ્યુનિકેશન સ્કિલ વધે. જીવનના વિવિધ તબક્કાઓ જેમ કે, બાળપણ, તરુણાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા માં કરવા પડતા સમાયોજન અંગે વિગતે માહિતી આપી હતી. ટીનેજમા આવતા ડિસ્ટ્રેકશનથી કેવી રીતે બચવું. કેરિયર બનાવવા કેવી તૈયારીઓ કરવી, અને કમ્યુનિકેશન તથા એડજસ્ટમેન્ટ સ્કિલ વધારવા ઉપયોગી ટિપ્સ ડૉ. પ્રિયંકાએ આપી હતી.
કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉ મુકેશ બાવાળીયાએ કરી હતી. પ્રિન્સિપાલશ્રી ડૉ. એફ.એમ.ખાન સહિત અધ્યાપકગન સમગ્ર સેમિનારમાં હાજર રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
રિપોર્ટર. જયેશ રાઠોડ