ખોખોમાં ઝાપ અને તેલાવ ખેલે સાણંદ સ્પોર્ટસ લીગની ફાયનલ રમશે, કોદાળીયા ત્રીજા ક્રમે
ખેલે સાણંદ સીઝન–રમાં ખો-ખો અં-૧૪ બહેનોની ક્વાર્ટર ફાયનલ અને સેમી ફાયનલ લોદરીયાળ ખાતે રમાઈ

વિજયી ભારત ફાઉન્ડેશન સંચાલીત ખેલે સાણંદ સ્પોર્ટસ લીગ સીઝન – ર ની ખો-ખોની ક્વાર્ટર ફાયનલ અને સેમી ફાયનલ મેચોનું આયોજન તારીખ ર૦મી ફેબ્રુઆરી ર૦રપના રોજ લોદરીયાળ ખાતે કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે ખેલે સાણંદના પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતજી ઠાકોર, રીલાયન્સના રીઝનલ સ્પોર્ટસ હેડ માણેક કોટવાલ, શિક્ષકો પ્રવિણભાઈ, હર્ષદભાઈ તેમજ લોદરીયાળ ગામના અગ્રણી ભરતભાઇ પટેલ અને પિયુષ બાબુભાઇ પટેલ સહીતના ગામના આગેવાનો, ગ્રામજનો તથા ભાગ લઈ રહેલ ટીમો ઝાંપ, શેલા, કોદાળીયા અને લોદરીયાળ ગામના શિક્ષકો, કોચ, મેનેજર અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહીત કર્યા હતા.
ખોખોમાં ઝાપ અને તેલાવ ખેલે સાણંદ સ્પોર્ટસ લીગની ફાયનલ રમશે, કોદાળીયા ત્રીજા ક્રમે
ખેલે સાણંદ સીઝન–રમાં ખો-ખો અં-૧૪ બહેનોની ક્વાર્ટર ફાયનલ અને સેમી ફાયનલ લોદરીયાળ ખાતે રમાઈ
સ્પર્ધાની ક્વાર્ટર ફાયનલ મેચમાં ઝાંપ વિ. શેલામાં ઝાંપ ૧૮-૦ર થી વિજેતા થયેલ, જ્યારે ઝાંપ અને કોદાળીયા વચ્ચે સેમી ફાયનલ મેચ રમાયેલ જેમાં ઝાંપ ૦૯-૦રથી વિજેતા થયેલ, ત્યારબાદ તૃતિય સ્થાન માટે કોદાળીયા અને લોદરીયાળ વચ્ચે મેચ રમાયેલ, જેમાં કોદાળીયા ૧૦-૦૭ થી વિજેતા થયેલ. હવે પછી ઝાંપ અને તેલાવ વચ્ચે ફાઇનલ મેચ યોજાશે.
વિજયી ભારત ફાઉન્ડેશને વિજેતા તથા ભાગ લેનાર તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે.
રિપોર્ટર. ચિરાગ પટેલ સાણંદ