રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાની ૧૬૮ બેઠકોના ચૂંટણી પરિણામ જાહેર: ૧૨૦ ભાજપ, ૩૩ કોંગ્રેસ-૧૪ અપક્ષના ફાળે
રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાની ૧૬૮ બેઠકોના ચૂંટણી પરિણામ જાહેર: ૧૨૦ ભાજપ, ૩૩ કોંગ્રેસ-૧૪ અપક્ષના ફાળે
રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાની ૧૬૮ બેઠકોના ચૂંટણી પરિણામ જાહેર: ૧૨૦ ભાજપ, ૩૩ કોંગ્રેસ-૧૪ અપક્ષના ફાળે
રાજકોટ તા. ૧૮ ફેબ્રુઆરી – સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકા જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટાની સામાન્ય ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જેમાં જસદણ નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠકોમાંથી ૨૨ બેઠક ભારતીય જનતા પાર્ટીના, પ બેઠક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અને ૧ બેઠક પર અપક્ષના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો. તો જેતપુર-નવાગઢ નગરપાલિકાના ૧૧ વોર્ડની કુલ ૪૪ બેઠકોમાંથી ૩૨ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના, ૧ બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તેમજ ૧૧ બેઠક પર અપક્ષના ઉમેદવારોએ જીત મેળવી હતી.
રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠકોમાંથી ૨૪ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના, ૧૨ બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારો તેમજ ભાયાવદર નગરપાલિકાના ૬ વોર્ડની ૨૪ બેઠકોમાંથી ૧૫ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના, ૯ બેઠકો પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારો અને ઉપલેટા નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠકોમાંથી ૨૭ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના, ૬ બેઠક ઉપર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, ૧ બેઠક પર ઓલ ઇન્ડિયા મજલીસ-એ-એતીહાદુલ મુસ્લિમીન પક્ષના અને ૨ બેઠક પર અપક્ષના ઉમેદવારો વિજયી થયા હતા. આમ, પાંચ નગરપાલિકાના કુલ ૪૨ વોર્ડની ૧૬૮ બેઠકોમાંથી ૧૨૦ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના,૩૩ બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના, ૧ બેઠક પર ઓલ ઇન્ડિયા મજલીસ-એ-એતીહાદુલ મુસ્લિમીન પક્ષના અને ૧૪ બેઠક પર અપક્ષના ઉમેદવારોએ વિજય પ્રાપ્ત કર્યો છે,તેમ રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવાયું છે.
અહેવાલ.રાજુભાઈ બગડા