
અમદાવાદ ગ્રામ્ય સાણંદ માં પ્રધાનમંત્રી આવાસ યોજના માં કોકડું ઘુચાયુ
સમગ્ર દેશમાં ગરીબ કલ્યાણના તથા પ્રજા કલ્યાણની સરકારશ્રીની અનેક યોજનાઓ ચાલી રહી છે તેમાંની એક મુખ્ય યોજના જો ગણવામાં આવતી હોય તો એ પ્રધાનમંત્રી આવાસ યોજના છે ગત વર્ષ દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા 10 મી જુન 2024 ના રોજ ત્રણ કરોડ વધારાના ગ્રામીણ અને શહેરી કુટુંબોને મકાનોના નિર્માણ માટે સહાય પૂરી પાડવાનો નવો ઠરાવ કરવામાં આવ્યો હતો જેથી પાત્રતા ધરાવતા પરિવારોની સંખ્યામાં વધારેને કારણે ઉભી થયેલી આવાસ ની જરૂરિયાતો પૂર્ણ કરી શકાય પરંતુ અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સાણંદ ખાતે નવનિર્મિત પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત લગભગ 750 થી વધુ મકાન માટે યોજના તૈયાર કરવામાં આવી હતી અને જરૂરિયાતમંદ શહેરીજનો દ્વારા યોજના અંતર્ગત તેમજ તમામ ધારા ધોરણ મુજબ અને જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઇન અરજીઓ કરવામાં આવી હતી ત્યારબાદ અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ એટલે કે ઔડા દ્વારા તેનો ડ્રો પણ કરવામાં આવ્યો હતો અને અરજદારોને ડ્રો સિસ્ટમ વડે મકાનોની ફાળવણી પણ કરવામાં આવી હતી પરંતુ અચાનક સાણંદ ખાતે ના આવાસ યોજના હેઠળના કુલ મકાનો 756 મકાનમાં 592 મકાન રદ કરવામાં આવ્યા હતા આ અચાનક રદ કરેલા મકાનો ના અરજદારો દ્વારા ઉસ્માનપુરા સ્થિત ઔડા ઓફિસ ખાતે આવીને અનેકવાર રજૂઆતો કરવા છતાં પદાધિકારી દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો તથા તમામ અરજદારોને એ પણ જણાવવામાં આવ્યું હતું કે તમને મેસેજ દ્વારા જાણ કરેલ છે પરંતુ એક મેસેજમાં કોઈપણ પ્રકારના યોગ્ય જવાબનો ઉલ્લેખ ન હોય જેને પગલે આજ રોજ અરજદારો દ્વારા ઔડા ઓફિસ ઉસ્માનપુરા ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને ઔડાના પદ અધિકારીઓ દ્વારા માત્રને માત્ર ખાલી આશ્વાસન આપીને પરત મોકલાવ્યા હતા તેમજ મીડિયા દ્વારા આ બાબતે ડેપ્યુટી કલેકટર શ્રી રીટા પટેલ ને પૂછતા જવાબ આપવાનો પણ સ્પષ્ટપણે ઇન્કાર કર્યો હતો તો હવે જોવાનું એ રહ્યું કે શું આ લાભાર્થીઓને લાભ મળશે કે નહીં કે પછી લાગતા વળગતાઓને જ મકાન ફાળવી દેવામાં આવશે તેમજ આ સમગ્ર મામલે મોટા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોય તેમ લોક મુકેલ ચર્ચાઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ખોટું રંધાઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે અને આ મામલે સત્તાધીશો દ્વારા કે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.