ગુજરાત

સાણંદ નગરપાલિકામાં ઠેર ઠેર લોકો આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહ્યા છે: આપ

લોકો હજારો લાખો રૂપિયા ટેક્સ આપે છે, પરંતુ તેના વળતરરૂપે લોકોને કોઈ સુવિધા મળી નથી: ડૉ.કરન બારોટ

આમ આદમી પાર્ટી

તારીખ: 10/02/2025

સાણંદ નગરપાલિકાનાં વોર્ડ નંબર 6ની સુંદરમ સોસાયટીમાં આમ આદમી પાર્ટીએ સભા યોજી, સ્થાનિક લોકોએ આપ્યું સમર્થન

સાણંદ નગરપાલિકામાં ઠેર ઠેર લોકો આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહ્યા છે: આપ

લોકો હજારો લાખો રૂપિયા ટેક્સ આપે છે, પરંતુ તેના વળતરરૂપે લોકોને કોઈ સુવિધા મળી નથી: ડૉ.કરન બારોટ

લોકોએ વર્ષોથી ભાજપને વોટ આપ્યા, પરંતુ ભાજપ દ્વારા આ વિસ્તારના લોકો માટે કોઈ પણ કામ કરવામાં આવ્યા નથી: કુલદીપસિંહ ‘આપ’

અમદાવાદ/સાણંદ/ગુજરાત

નગરપાલિકા ચૂંટણીનું પ્રચાર અભિયાન હવે આખરી તબક્કામાં છે. સાણંદમાં નગરપાલિકાની ચૂંટણી સંદર્ભે આમ આદમી પાર્ટીએ વોર્ડ નંબર 6માં સુંદરમ સોસાયટીમાં એક જનસભાનું આયોજન કર્યું હતું.આ જનસભામાં આમ આદમી પાર્ટીના નેતા કુલદીપસિંહ, પ્રદેશ પ્રવક્તા ડૉ. કરન બારોટ, સ્થાનિક નેતા દિવાનસિંહ, વોર્ડ નંબર 6 ના ઉમેદવાર અજયભાઈ સમર્થદાન, સહદેવસિંહ, યોગેશભાઈ ઠાકોર સહિતના ઉમેદવારો હાજર રહ્યા હતા. આ જનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને લોકોએ સંપૂર્ણ રીતે આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની વાત કરી.

આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા કુલદીપસિંહએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સુંદરમ સોસાયટીમાં ગટરની ખૂબ જ ગંભીર સમસ્યા છે. બહારની બાજુ ગટર ઉભરાઈ રહી છે, સ્ટ્રીટ લાઇટની સમસ્યા છે. અહીંના રહીશોએ વર્ષોથી ભાજપને વોટ આપ્યા પરંતુ ભાજપ દ્વારા આ વિસ્તારના લોકો માટે કોઈ પણ કામ કરવામાં આવ્યા નથી.

ત્યારબાદ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રવક્તા ડૉ. કરણ બારોટે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે લોકો હજારો લાખો રૂપિયા ટેક્સ આપે છે, પરંતુ તેના વળતરરૂપે લોકોને કોઈ સુવિધા મળી નથી. માટે અહીંયા હાલ તમામ લોકો ભાજપ અને કોંગ્રેસનો વિરોધ કરી રહ્યા છે. માટે અહીંયા જે ફ્લેટના તમામ લોકોએ આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે.

*આમ આદમી પાર્ટી ગુજરાત*

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!