ગુજરાત
નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો – 10 નો શુભેચ્છા અને ધો – 12 નો વિદાય સમારંભ યોજાયો
નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો - 10 નો શુભેચ્છા અને ધો - 12 નો વિદાય સમારંભ યોજાયો

નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધો – 10 નો શુભેચ્છા અને ધો – 12 નો વિદાય સમારંભ યોજાયો.
સાણંદ, કાણેટી રોડ પર આવેલી નીલકંઠ ઈન્ટરનેશનલ સ્કૂલમાં SSC અને HSC ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા તથા વિદાય કાર્યક્રમ યોજાયો.
જેમાં રાધાકૃષ્ણ મંદિર ભાડજના પાદ પદ્મપ્રભુ ઉપસ્થિત રહી આશીર્વચન આપી બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. શાળાના પ્રધાનાચાર્ય ડૉ. મનીષ દેત્રોજાએ સ્વાગત પ્રવચન કરી પરીક્ષા એક ઉત્સવ છે તેમ બાળકોને માર્ગદર્શન આપી શુભેચ્છા પાઠવી હતી. બાળકોએ તેમજ અભિભાવકોએ શાળા વિશે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. શાળા દ્વારા પ્રિલીમ પરીક્ષામાં પ્રથમ ત્રણ નંબર વિજેતાઓને અતિથિ અને શિક્ષકો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
રિપોર્ટર . ચિરાગ પટેલ
સાણંદ